માથાભારે બુટલેગરના કારણે પોલીસને આત્મજ્ઞાન થયું હશે? આંખ મીંચોલી રમી ગાડી છેક માલપુર પહોંચતા પોલીસ પર પણ ખોટા આક્ષેપોના નારા લાગતાં બદનામી વેઠવી પડી
ગુજરાત વિધાનસભા ની બીજા તબક્કા ની ચૂંટણી ગણતરી કલાકો બાકી હતા ત્યારે કાગડાને બેસવું ને ડાળને ભાગવું જેવા દ્રશ્યો જોવા મળ્યા.
અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ કરવા ગયા શીરો અને થઇ ગયો કંસાર કરમની કઠણાઈ ઉલ્ટી પડી..ટોળું જોતા અને દારૂ ભરેલી ગાડી જોઈ ડ્રાઈવર ને બચાવવા જતા દોષનો ટોપલો અને બદનામી વહોરવાનો વારો આવ્યો હતો .
ત્યારે ભાજપ પ્રમુખ જોડે ટેલિફોનિક વાત કરતા જાણવા મળ્યું કે પબ્લિકે કોઈ ગાડી પકડી હોબાળો મચાવતા હું જોવા ગયો હતોને દારૂની ગાડી છે તે જોતા હું ટોળામાં કોઈ હિંસા ના સર્જાય તે માટે અને ચૂંટણીને ધ્યાને લઇ કોઈ વિવાદના ઉભો થાય તે જોતાં ટોળામાં ઉશ્કેરાયલ લોકોને સમજાવવા જતાં લોકોએ મારો વિડિઓ ઉતારી મને અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે વિડિઓ ઉતારી ખોટી ફરિયાદ કરાવવાના હેતુથી મને બદનામ કરવામાં આવ્યો છે
હું ચૂંટણી પંચના નિયમોથી વાકેફ છું ટોળું જોતા હું ગાડી જોડે ગયો હતો ને અસામાજિક કહી શકાય તેવા અને વિરુદ્ધ પાર્ટીના લોકોએ મને ધક્કે ચડાવી વિડિઓ વાઇરલ કર્યા હતો …
હું વિડિઓમાં દેખાવ છું લોકોને સમજાવી રહ્યો હતો મારકુટ ના કરો પોલીસને બોલાવો પણ ઉશ્કેરાયેલા ટોળાએ મારોજ વિડિઓ બનાવી મને બદનામ કર્યો હતો.
અરવલ્લી પોલીસ ન્યાયિક તપાસ કરે ચૂંટણી પંચ ન્યાયિક તપાસ કરે મને ભારતીય કાનૂન અને ગુજરાતની નિષ્પક્ષ પોલીસ પર પુરો ભરોસો છે..
મારાં તરફથી કોઈ આધાર પુરાવા મળે તો જાતે કાનૂન વ્યવસ્થાના શરણે જઈશ.
અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)