આજે વહેલી સવારથી ગુજરાતમાં મેઘરાજાની અવિરત મહેર, રાજ્યના 68 તાલુકા પૈકી સૌથી વધુ 4 ઈંચ વરસાદ કચ્છના મુન્દ્રામાં

0
421

સ્વાતંત્ર્ય પર્વ પર ગઈકાલે રાજ્યનો સૌથી વધુ 7 ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો

ગાંધીનગર. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યના 68 તાલુકામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ કચ્છના મુન્દ્રામાં નોંધાયો છે. ઉપરાંત કચ્છના ગાંધીધામ અને વલસાડના ધરમપુરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના સુબિરમાં 2 ઈંચ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં 17 મિમિ, રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં 13 મિમિ, સાબરકાંઠાના પોશીના, તાપીના ઉચ્છલ, અરવલ્લીના મોડાસા, છોટા ઉદેપુરના જેતપુર પાવી, ડાંગના વધઈ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને વડોદરાના પાદરામાં 11 મિમિ તથા કચ્છના માંડવીમાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યનો સૌથી વધુ 7 ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો.

આજે સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
કચ્છમુન્દ્રા99
વલસાડધરમપુર66
કચ્છગાંધીધામ60
ડાંગસુબિર42
દેવભૂમિ દ્વારકાખંભાળિયા23
છોટા ઉદેપુરછોટા ઉદેપુર17
કચ્છઅબડાસા15
તાપીસોનગઢ14
રાજકોટધોરાજી13
રાજકોટઉપલેટા13
દેવભૂમિ દ્વારકાદ્વારકા12
સાબરકાંઠાપોશીના12
તાપીઉચ્છલ12
અરવલ્લીમોડાસા11
છોટાઉદેપુરજેતપુર પાવી11
ડાંગવધઈ11
દેવભૂમિ દ્વારકાકલ્યાણપુર11
વડોદરાપાદરા11
કચ્છમાંડવી10

રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે. જોકે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.

  • 16 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે
  • 17 ઓગસ્ટના ફરી વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.
  • 18 ઓગસ્ટના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં માધ્યમથી સામાન્ય વરસાદ રહશે.
  • 19 ઓગસ્ટના કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે.

રાજ્યના તમામ ઝોનમાં વરસાદ નોંધાયો
ગઈકાલે રાજ્યમાં તમામ ઝોનમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના 201 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો. જ્યારે ડાંગના વધઈમાં 5 ઈંચ, મહેસાણાના ઊંઝામાં સવા ચાર ઈંચ, જૂનાગઢના વિસાવદર, નવસારીના વાંસદા અને નવસારીમાં 4 ઈંચ વરસાદ નોઁધાયો હતો. જ્યારે મોરબીના વાંકાનેર, નવસારીના જલાલપોર, ગણદેવી અને ચીખલી, પાટણ, ભરૂચના વાગરા, તાપીના વ્યારા અને સુરતના ઉમરપાડામાં 3-3 ઈંચ વરસાદ નોઁધાયો હતો.

ગઈકાલે 15 ઓગસ્ટે નોંધાયેલા વરસાદના 3થી 7 ઈંચ સુધીના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
વલસાડકપરાડા171
ડાંગવધઈ122
મહેસાણાઊંઝા110
જૂનાગઢવિસાવદર100
નવસારીનવસારી89
નવસારીવાંસદા87
મોરબીવાંકાનેર85
નવસારીજલાલપોર85
પાટણપાટણ83
નવસારીગણદેવી82
ભરૂચવાગરા80
તાપીવ્યારા79
સુરતઉમરપાડા79
નવસારીચીખલી75