19મીથી સી.આર પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસે, સાસણમાં સિંહદર્શન કરી સંગઠનની નવરચના માટે બેઠકો કરશે

0
265
  • ગાંધીનગરથી બસ પ્રવાસ કરીને સૌ પ્રથમ સાસણ ગીર પહોંચશે. 20મીએ ખોડલધામ પણ દર્શન કરવા જશે
  • 19મી સવારે 9 વાગ્યે સોમનાથ પહોંચશે અને દાદા સોમનાથને શીશ ઝુકાવશે

ગાંધીનગર. ભાજપના નવા પ્રમુખ સી.આર પાટીલ 19મીથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે જશે. તેઓ સાસણમાં સિંહદર્શન કરી સોમનાથમાં શીશ ઝુકાવીને સૌરાષ્ટ્રમાં સંગઠનની નવરચના માટેની ચર્ચા કરશે. પાટીલ ગાંધીનગરથી બસમાં પ્રવાસ કરી સીધા જ સાસણ જશે. સી.આર ના સૌરાષ્ટ્ર પ્રવાસ કાર્યક્રમમાં 19 મીએ સાસણમાં સિંહ દર્શન કર્યા બાદ, સોમનાથ મહાદેવને શીશ ઝુંકાવશે. 2૦ ઓગસ્ટના રાજકોટ આવી રાત્રિ રોકાણ કરશે.

સવારે 10થી 12.30 વાગ્યા સુધી ગીર સોમનાથમાં બેઠક
આર.સી પાટીલ તા.18ને મંગળવારે રાત્રે 10 વાગ્યે બસ મારફત ગાંધીનગરથી સાસણ ગીર જશે. 9 વાગ્યે સોમનાથ પહોંચશે અને દાદા સોમનાથને શીશ ઝુકાવશે. સવારે 10થી 12.30 વાગ્યા સુધી ગીર સોમનાથમાં સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.

જૂનાગઢ પહોંચ્યા બાદ ગાંઠીલા મંદિરે દર્શન કરશે
બપોરે 1:30એ જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢ પહોંચ્યા બાદ ગાંઠીલા મંદિરે દર્શન કરશે. સાંજે 5:30 કલાકે પાર્ટી કાર્યાલયના મિટિંગ હોલમાં તેઓનું સ્વાગત કરાશે. જ્યાં જૂનાગઢ જિલ્લા આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. સાંજે 6થી 8:30 દરમિયાન જુનાગઢના ભાજપના આગેવાનો સાથે બેઠક યોજાશે. તા. 20ના રોજ જૂનાગઢથી સાંજે 4 વાગ્યે બાય રોડ નીકળ્યા બાદ સાંજે 5:30એ ખોડલધામ મંદિરે દર્શન કર્યા બાદ રાજકોટ જશે. રાત્રે 8 વાગ્યે રાજકોટ પહોંચ્યા બાદ ભાજપ કાર્યાલયમાં સ્વાગત સમારોહ યોજાશે.

21મીએ સવારે પત્રકાર પરિષદ સંબોધશે
21મીએ સવારે પત્રકાર પરિષદ સંબોધશે. અને આગેવાનો સાથે તબક્કા વાર બેઠક કરશે. રાત્રે 8 વાગ્યે ચોટીલા જવા રવાના થશે જ્યાં રાત્રી રોકાણ કરશે. 22મીએ સવારે ઝાંઝરકા જશે જ્યાં સવગણ મંદિરે દર્શન કરશે. ત્યાંથી ધંધુકા પહોંચશે. ત્યારબાદ બગોદરા, બાવળા થઈ સુરત જવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here