68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર રાજ્યસભા-લોકસભા સાથે નહીં ચાલે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથેનું આ પ્રકારનું પહેલું સત્ર

0
290

નવી દિલ્હી. કોરોના વાઇરસના બે હાથના અંતરે ભારતીય સંસદનો ચહેરો પણ બદલી નાખ્યો છે. સંસદનું આ વખતનું ચોમાસુ સત્ર મહામારીની મજબૂરીઓનું ઉદાહરણ સાબિત થશે, કેમ કે 1952 બાદ 68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર બન્ને ગૃહ જુદા-જુદા સમયે ચાલશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ શકે તે માટે રાજ્યસભાના સાંસદો લોકસભામાં અને દીર્ઘાઓમાં પણ બેસશે. લોકસભા માટે પણ આ જ વ્યવસ્થા અપનાવાશે. તે માટે સંસદમાં હાલ જોરશોરથી કામ ચાલી રહ્યું છે.

રાજ્યસભા સવારે, લોકસભા સાંજે ચાલી શકે છે

  • નવી બેઠક ક્ષમતા પ્રમાણે રાજ્યસભાના 60 સાંસદ ગૃહમાં અને 51 દીર્ઘાઓમાં બેસશે. બાકીના 132 સાંસદને લોકસભાની ચેમ્બરમાં બેસાડાશે. આ કારણથી જ બન્ને ગૃહ એક સાથે નહીં પણ જુદા-જુદા સમયે ચાલશે. રાજ્યસભા સવારે જ્યારે લોકસભા સાંજે ચાલી શકે છે.
  • બંને ગૃહ મોટી સ્ક્રીન પર દેખાશે, જેથી કાર્યવાહીમાં ગૃહ સાથે દેખાય.
  • રાજ્યસભાની મુખ્ય ચેમ્બરમાં વડાપ્રધાન, ગૃહના નેતા અને વિપક્ષના નેતા બેસશે. તમામ પક્ષોના ગૃહના નેતા પણ ચેમ્બરમાં જ બેસશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચ. ડી. દેવગૌડા, રામવિલાસ પાસવાન, રામદાસ અઠાવલે માટે સીટો રખાઇ છે.
  • કાર્યવાહી દરમિયાન વિપક્ષ કોલાહલ કે હોબાળો નહીં કરી શકે. દીર્ઘામાં બેસેલા સાંસદો પણ ગૃહના મધ્યભાગમાં નહીં આવી શકે.
  • એક વિપક્ષી સાંસદે કહ્યું કે બેઠક વ્યવસ્થા છતાં કોઇ પણ સાંસદ પોતાના અધિકારનો ઉપયોગ કરીને મેઇન ચેમ્બરમાં જઇ શકે છે. તે દીર્ઘામાંથી નીકળીને એક મિનિટમાં જ સીડીઓ ઉતરીને મેઇન ચેમ્બરમાં પહોંચીને કર્તવ્ય નિભાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here