રાજકોટના પેડક રોડ પર છોકરાઓની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા

0
380

રાજકોટ. શહેરમાં સામાન્ય બની ગયેલા મારામારીનો વધુ એક બનાવ સ્વતંત્ર દિવસે પેડક રોડ પર પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે રેસકોર્સ મેદાનમાં રહેતા કાનજીભાઇ ઉર્ફે કાનો નાથાભાઇ જખાણિયાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કાનજીભાઇના નાનાભાઇના દીકરાને પેડક રોડ પર રહેતા આરોપી રઘુ કાનાભાઇ સાડમિયાના દીકરા સાથે રમતા રમતા ઝઘડો થયો હતો. જે ઝઘડા દરમિયાન કાનજીભાઇ ત્યાં જતા આરોપી રઘુ સાડમિયા, તેનો પુત્ર અને રાજિયો સહિત ત્રણ શખ્સે તું કેમ અહી આવ્યો તેમ કહી ગાળો ભાંડી લાકડીથી માર માર્યો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં શહેરના જુદા જુદા ચાર વિસ્તારમાંથી પોલીસે પાંચ શખ્સને વિદેશી દારૂની 48 બોટલ સાથે પકડી પાડ્યા છે. મવડી મેઇન રોડ પર રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા વિનાયકનગર-19ના સંજય રઘુભાઇ ડોડિયાને 24 બોટલ સાથે પોલીસે પકડી પાડ્યો હતો. લોઠડા ગામ પાસેથી બજરંગવાડી-10ના પ્રતિપાલસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજાને વિદેશી દારૂની 15 બોટલ સાથે, અમરજિત સોસાયટી-3માંથી ઇમિટેશનનું કામ કરતા સંદીપ કિશોરભાઇ રામાવત અને ધાર્મિક દીપકભાઇ ચૌહાણને દારૂની 5 બોટલ સાથે, હરિધવા મેઇન રોડ પરથી ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર-9માં રહેતા વિશાલ વાલજીભાઇ કુમારખાણિયાને દારૂની 4 બોટલ સાથે ઝડપી લીધો હતો.