આગામી 48 કલાક દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આણંદ-ખેડા, સુરત-વલસાડમાં ધોધમાર પડશે

0
223
  • આગામી 18થી 22 ઓગસ્ટ દિવસ ઉત્તર ગુજરાતમાં મેઘો ઓળઘોળ થવાની શક્યતા
  • સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગરમાં ભારે વરસાદની શક્યતા

અમદાવાદ. રાજ્યમાં લો પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ આજથી 5 દિવસ એટલે કે 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવમાન વિભાગે કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

18થી 22 ઓગસ્ટ સુધી રાજ્યના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17થી 21 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, કચ્છ, આણંદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનાગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર અને અમરેલી, દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આજે સવારથી રાજ્યના 103 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ
રાજ્યના ભારે વરસાદની આગાહી છે ત્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 7 ઈંચ વરસાદ સુરત જિલ્લાના માંડવીમાં નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના તાલાલામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના વધઈ, જામનગરના જોડિયા, નવસારીના વાંસદા અને તાપીના વાલોદમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલી, મહુવા અને ચોર્યાસી, બનાસકાંઠાના અમીરગઢ, ડાંગના આહવા, તાપીના વ્યારામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના પાલસણા, નવસારીના ચીખલી તથા નવસારી અને તાપીના સોનગઢમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here