ગીર પંથકમાં અનરાધાર વરસાદ થતાં રાવલ,મચ્છુન્દ્રી, શિંગોડા નદીઓ બની ગાડી તૂર

0
576

ગીર જંગલ વિસ્તારમાં રાત્રીનાં સમયથી જ અનરાધાર વરસાદ થતાં રાવલ ડેમમાં વ્યાપક પ્રમાણમાં પાણીની થતાં ડેમના ત્રણ દરવાજા 0.60mm ખોલવામાં આવ્યા હતા અને નિચાણવાળા વિસ્તારો ને સાવચેત રહેવા સુચનાઓ આપવામાં આવી હતી

ત્યારે બીજી ભારે વરસાદ થી તરફ મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું નદીનું પાણી દ્રોણેશ્વર મહાદેવ નાં મંદિર સુધી પહોંચી ગયું હતું અને ક્રોઝવે પર પાણી ફરી વળતાં ગીર ગઢડા ધોકડવા મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને મચ્છુન્દ્રી નદીના પાણી નાં પ્રવાહ વહેતો હોય ત્યારે કોઈ પણ વાહનચાલક નદી પસાર ન કરે તે માટે ગીર ગઢડા પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ અધેરા સાહેબ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

શિંગોડા નદીમાં પણ ધોડાપૂર આવ્યું હતું

ગીર પંથકમાં અનરાધાર વરસાદ થવાથી ગીર ગઢડા તથા ઉના તાલુકાના કેટલાક ગામોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો અવિરત વરસાદ થી નદી નાળા ધોડાપુર આવતા મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતાં અનેક ગામો સંપર્ક વિહોણાં પણ બન્યા હતા.

અહેવાલ : હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here