જામજોધપુર, ખંભાળિયા, દ્વારકામાં 2, જામનગરમાં અડધો ઇંચ વરસાદ

0
331

કલ્યાણપુર, કાલાવડ, જોડિયા અને લાલપુરમાં પણ અડધો ઇંચ
હાલારમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બે દિવસ મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવતા જામજોઘપુર, ખંભાળિયા, દ્વારકામાં બે ઇંચ વરસાદ પડયો હતો. જયારે જામનગર, કલ્યાણપુર, જામનગર, કાલાવડ, જોડિયા, લાલપુરમાં અડધો ઇંચ પડયો હતો. રાજયના અન્ય શહેરોની સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં છે. ત્યારે શુક્રવારે હાલારમાં શરૂ થયેલી મેઘસવારી શનિવાર અને રવિવારે પણ યથાવત રહી હતી. બે દિવસમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અડધો થી 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. જેમાં જામજોઘપુર, ખંભાળિયા અને દ્વારકામાં મેઘરાજાએ વિશેષ હેત વરસાવતા 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જયારે જામનગર, કલ્યાણપુર, જામનગર, કાલાવડ, જોડિયા, લાલપુરમાં વરસાદના હળવા ભારે ઝાપટા પડતા અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે, બંને જિલ્લાના અમુક ગ્રામ્ય પંથકમાં સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં વાવણી કરનાર ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.

અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here