19 ઓગસ્ટ સુધી જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી

0
394

19 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસકરીને તા.16 થી 19 ઓગસ્ટ સુધી જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં લઇ જામનગર જીલ્લા કલેકટર દ્વારા ટ્વીટ કરી લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. તેમજ જરૂર પડ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ પર ફોન નં. 0288 2553404 પર જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લખનીય છે કે આજે વહેલી સવારથીજ જામનગર શહેર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જામનગરના કાલાવડમાં 11 મીમી, લાલપુરમાં 10 મીમી, તથા જામનગર, ધ્રોલ અને જામજોધપુરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.

રાજ્યમાં લો પ્રેશર અને સાક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે. 17 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ,બનાસકાંઠા, પાટણ,સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે. 18 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં માધ્યમથી સામાન્ય વરસાદ રહશે. જ્યારે 19 ઓગસ્ટે કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. જોકે આગામી 5 દિવસ ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડશે.

અહેવાલ :- સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here