જામનગરના હેડક્વાર્ટરમાં પોલીસમેનનો સજોડે આપઘાત કર્યો કે શું,જાણો આખી ઘટના

0
400

જામનગરના પોલીસ હેડકવાર્ટરમાં પોલીસમેનનો તેની પત્ની સાથે પોતાના જ રહેણાંક મકાનમાં આપઘાત કરી લીધા બાદ મોડી રાત્રે પોલીસને બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ કર્મચારીએ આપઘાત કરી લીધાની ઘટનાને પગલે એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસ કર્મચારી અને તેના પત્નીના મૃતદેહને  પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી

જામનગર શહેરના સરુ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટરમાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા આસપાસ પોલીસને ખબર પડી હતી કે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતભાઈ માવજીભાઈ જાદવ અને તેના પત્ની જાગૃતીબેન એ પોતાના ક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઇ લીધો છે. જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ઘટના સ્થળે દોડી હતી. અને ઘટના સ્થળે પહોંચતા જ પોલીસ હેડ કવાટર્સના B-35નંબરના બ્લોકમાં પોતાના રહેણાંક મકાનમાં જ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ અને તેના પત્ની જાગૃતિબેન બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.અને આ દરમ્યાન જ માતાના નિષ્પ્રાણ દેહ પાસે 3 થી 4 મહિનાનું તેમનું બાળક રમતું મળી આવ્યું હતું. હૃદય કંપાવનાર આ દ્રશ્ય જોઈ સૌ કોઈ અવાચક બની ગયા હતા. બાદમાં તાત્કાલિક પોલીસ દ્વારા પોલીસમેન અને તેના પત્નીના મૃતદેહને પીએમ માટે ખસેડી તેના પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

જામનગરના પંચકોશી બી ડિવિઝનમાં આશરે છેલ્લા ત્રણેક વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરત માવજીભાઈ જાદવ સુખીસંપન્ન હતા. ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારના વતની પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવના દોઢેક વર્ષ પહેલાં જ જાગૃતિબેન સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ચાર મહિનાના એક બાળક પણ જન્મ થયો હતો.

ગઇકાલે તા.17 ઓગસ્ટ 2020ના રોજ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ પરથી બપોરે કોન્સ્ટેબલ ભરતભાઇ જાદવ હેડક્વાર્ટર પોતાના ઘરે ગયા હતા. બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં પોલીસમેન ભરતભાઇ અને તેના પત્નિ જાગૃતિબેને આપઘાત કરી લીધો હતો. ભરતભાઈએ મૃત્યુ પહેલા પોતાના મોબાઈલમાં વોટ્સએપ પર છેલ્લે 3.56 કલાકે હિન્દી ગીત સાથેનું સ્ટેટ્સ પણ મૂક્યું હતું.

આધારભૂત વર્તુળમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હેડક્વાર્ટરમાં સૌ પ્રથમ પોલીસમેન ભરતભાઇ જાદવના પત્ની જાગૃતિબેને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેના મૃતદેહને ઉતારી ભરતભાઈએ પણ ગળેફાંસો ખાઈ પોતાની જિંદગી ટૂંકાવી હતી. પોલીસને રાત્રે 8 વાગ્યા આસપાસ આ ઘટનાની જાણ થતાં મોડી રાત સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા.અને પોલીસમેન તેમજ તેમના પત્નીએ કરેલા આપઘાત અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી નિવેદન નોંધવા અને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

પોલીસ કર્મચારી ભરતભાઇ જાદવ અને તેના પત્ની જાગૃતિબેને આપઘાત કરી લેતા તેમનો 3 થી 4 મહિનાના માસૂમ બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલના પત્નિ સાથે ગળેફાંસો ખાઈ લીધાની વાત મોડીરાત્રે વાયુવેગે પ્રસરતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here