ડાકોરના ઠાકોર કાલથી ભક્તોને આપશે દર્શન: સુરતીલાલા નહિ કરી શકે દર્શન, જાણો કેમ !!

0
448

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે, ત્યારે આ ઘાતક વાયરસને કારણે છેલ્લા ઘણા સમયથી રાજ્યનું સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાય મંદિર કપાટ શ્રદ્ધાળુઓ માટે બંધ હતા. પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતીકાલથી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે. જો કે, સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે પરમિશન નહિં મળે તેવી જાહેરાત કરવામ આવી હોવાની વાત સામે આવી રહી છે. રાજ્યના ભાવિક ભક્તોએ ઓન લાઇન બુકીંગ કરાવવું પડશે. ઓન લાઇન બુકીંગ બાદ ઇ-ટોકન હશે તો જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

સુપ્રસિદ્ધ ડાકોર મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે થશે ઓપન
મંદિર તંત્ર દ્વારા ખાસ ભક્તો માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓનલાઈન બુકિંગ કર્યા બાદ જે ભક્ત પાસે ઈ- ટોકન હશે તેજ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ડાકોર મંદિરના દર્શન ભાવિક ભક્તો માટે આવતીકાલથી ફરીવાર ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. આ દર્શન કરવા માટે સૌ પ્રથમ વેબસાઇટ www.ranchhodraiji.org ઓનલાઈન વેબસાઈટ તથા મોબાઇલ એપ મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઈન અરજી દ્વારા આ તમારે રજીસ્ટ્રેશન નંબર મેળવવો પડશે. આ સાથે તમારે તમારો આધાર કાર્ડ પણ બનાવવાનું રહેશે. તમામ આરતીના સમયે રવિવાર અને પૂનમ, તહેવારો ઉત્સવો અને ગ્રહણ ના દિવસે વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે.

મંદિર પ્રવેશ માટે સોશિયલ ડિસ્ટન્સની સાથે જ ઊભા રહેવું પડશે. મંદિરમાં પ્રવેશતા પહેલા ટેમ્પરેચર અને થર્મલ સ્ક્રીનીંગ કરવાનો રહેશે. બીમાર વ્યક્તિઓને મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરમાં પ્રવેશ પહેલા હાથ સેનીટાઇઝર કરવાના રહેશે. અને માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. 65 વર્ષથી મોટી ઉંમરના લોકોને અને 10 વર્ષથી નાની ઉમરના બાળકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરમાં ફૂલ, શ્રીફળ, માળા કે પ્રસાદ જેવી ચીજવસ્તુઓ લઈને પ્રવેશ કરવામાં દેવામાં આવશે નહીં.