ગઈકાલે રાજ્યમાં મેઘરાજા ઓળધોળ થઈ 234 તાલુકામાં વરસ્યા, સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 11 ઈંચ
જ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના 77 તાલુકામાં સામાન્યથી દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં દોઢ ઈંચ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના માળિયા અને સાબરકાંઠાના પ્રાંતિજમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં 16 મિમિ, આણંદના આંકલાવ, નર્મદાના દેડિયાપાડા અને ગરૂડેશ્વર તથા વડોદરાના કરજણમાં 10-10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ગઈકાલે રાજ્યનો સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 11 ઈંચ નોઁધાયો હતો.
આજે સવારે 6થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
સુરત | ઉમરપાડા | 38 |
જૂનાગઢ | માળિયા | 24 |
સાબરકાંઠા | પ્રાંતિજ | 20 |
જૂનાગઢ | માંગરોળ | 16 |
આણંદ | આંકલાવ | 10 |
નર્મદા | ગરૂડેશ્વર | 10 |
નર્મદા | દેડિયાપાડા | 10 |
વડોદરા | કરજણ | 10 |
ગઈકાલે 234 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
ગઈકાલે તો મેઘરાજા ઓળધોળ થઈને રાજ્યમાં વરસ્યા હતા. રાજ્યના 234 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 11 ઈંચ જેટલો વરસાદ તાપીના ડોલવણમાં ખાબક્યો છે. જ્યારે સુરતના માંડવી, તાપીના વ્યારા અને વાલોદ, ગીર સોમનાથના તાલાલામાં 7-7 ઈંચ, નવસારીના વાંસદા, સુરતના મહુવા અને ડાંગના વધઈમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના બારડોલી, તાપીના સોનગઢ, નવસારીના ગણદેવી, મહેસાણાના કડી, ગાંધીનગરના દહેગામ અને આણંદના તારાપુરમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગઈકાલે રાજ્યના 13 તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ
આણંદના સોજીત્રા, પેટલાદ અને ખંભાત, સુરતના ઉમરપાડા, ચોર્યાસી અને પાલસણા, કચ્છના નખત્રાણા અને અંજાર, જામનગરના જોડિયા, વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં 4-4 ઈંચ વરસાદ નોઁધાયો છે.

ગઈકાલે રાજ્યમાં ખાબકેલા 4 ઈંચથી વધુ વરસાદના આંકડા
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
તાપી | ડોલવણ | 277 |
સુરત | માંડવી | 252 |
તાપી | વ્યારા | 185 |
ગીર સોમનાથ | તાલાલા | 180 |
તાપી | વાલોદ | 178 |
નવસારી | વાંસદા | 157 |
સુરત | મહુવા | 150 |
ડાંગ | વધઈ | 141 |
સુરત | બારડોલી | 137 |
તાપી | સોનગઢ | 131 |
નવસારી | ગણદેવી | 131 |
મહેસાણા | કડી | 128 |
ગાંધીનગર | દહેગામ | 120 |
આણંદ | તારાપુર | 120 |
આણંદ | સોજીત્રા | 118 |
ડાંગ | આહવા | 116 |
ભરૂચ | અંકલેશ્વર | 114 |
સુરત | ઉમરપાડા | 114 |
કચ્છ | નખત્રાણા | 112 |
જામનગર | જોડિયા | 110 |
વલસાડ | ધરમપુર | 110 |
આણંદ | પેટલાદ | 107 |
આણંદ | ખંભાત | 105 |
નવસારી | ચીખલી | 105 |
સુરત | ચોર્યાસી | 99 |
સુરત | પાલસણા | 99 |
કચ્છ | અંજાર | 93 |