સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પીજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી

0
710

ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ યાત્રાધામ વિરપુરમાં જાણે પીજીવીસીએલ દ્વારા પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ કરી હોય તેમ વિરપુરમાં પીજીવીસીએલ દ્વારાટ્રાન્સફોર્મર (ટીસી) જાગતો દાખલો જોવા મળે છે,પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મર પેટી પર “ખતરા” લખેલુ બોર્ડ તો મારવામાં આવે છે પણ તે “ખતરા” જાણે ખૂદ પીજીવીસીએલ તંત્ર જ તે નિયમોને અનુસરતા ન હોય તેમ વિરપુરના જેતપુર રોડ પર આવેલા બે ટ્રાન્સફોર્મર જાણે લોકો માટે જોખમ બને તો નવાઈ નહીં, પીજીવીસીએલ દ્વારા દરેક ટ્રાન્સફોર્મરની ફરતે ફેન્સીગ કરવામાં આવી છે પરંતુ વિરપુરના જેતપુર રોડ પર આવેલા ટ્રાન્સફોર્મરની ફરતે મારવામાં આવેલી ફેન્સીગ જાણે શોભાના ગાંઠિયા સમાન હોય તેમ ફરતી ફેન્સીગ ટૂટીફૂટી ગઈ છે અને ટ્રાન્સફોર્મરની આજુબાજુ વનસ્પતિઓ ઊગી નીકળી છે જેના વેલાઓ ટ્રાન્સફોર્મરના વિજપોલની ફરતે વીંટળાઈ ગયા છે,હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ હોય ત્યારે આ વેલાઓ વીંટળાઈ ગયેલા વિજપોલ રોડ ઉપર થી પસાર થતા લોકો તેમજ વાહનો માટે જોખમી સાબિત થાય તે પહેલાં તંત્ર દ્વારા આ ટ્રાન્સફોર્મરની ફરતે ફરીથી ફેન્સીગ તેમજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ ઘાસના વેલાઓ વિજપોલ ઉપર વિટાયેલાં વેલાઓ દૂર કરવામાં આવે તેવી વિરપુરના જાગૃત લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.

અહેવાલ :- ગૌરવ ગાજીપરા વીરપુર (જલારામ)