ચાલુ વર્ષે મેઘરાજા જૂનાગઢ જિલ્લા પર ખુબજ મહેરબાન થયાં છે. તા.18 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં વરસાદના કુલ આંકડા પર નજર કરીએ તો, જિલ્લાના 6 તાલુકામાં 100% થી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં માણાવદર તાલુકામાં સૌથી વધુ 140% વરસાદ પડ્યો છે. જિલ્લામાં સમયાંતરે વ્યાપક વરસાદ પડતાં મગફળી, કપાસ સહિતના પાકો હાલ ખુબ સારા છે. જિલ્લામાં ઓઝત, શાપુર વિયર, સાબલી, મધુવંતી, બાટવા ખારો, વ્રજમી સાહિતના ડેમો પણ ભરાઈ ગયા છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, પરંતુ હાલ મોલાતને વરાપની પણ જરૂરીયાત છે.
અહેવાલ :- હુશેન શાહ. જુનાગઢ