જેતપુરમાં દારૂના ધંધા મામલે બે જુથ સામ સામે બાખડયા

0
6183

હુમલામાં પરિણીતા સહિત બે મહિલા ઘવાઇ ત્રણ મહિલા સહિત છ સામે નોંધાતો ગુનો

જેતપુરમાં ભાદરમાં સામા કાંઠે નરસંગ ટેકરી વિસ્તારમાં દારૂ વેચવાના આરોપો સાથે બે જુથ સામ સામે બાખડી પડયા હતા જેમાં પરિણીતા સહિત બે મહિલાને ઇજા થઇ હતી. જયારે સામ સામે પોલીસ ફરિયાદમાં ત્રણ મહિલા સહિત છ સામે ગુનો નોંધાયો હતો.

આ અંગે ની પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમં નરસંગ ટેકરી પસે રહેતી રેખાબેન ઉર્ફે ઢબુ લલીતભાઇ વેગડા નામની ર૩ વર્ષની યુવતિએ જેતપુર સીટી પોલીસમાં નોંધાયેલી ફરીયાદ મુજબ સામા પક્ષે વિક્રમ દરબાર, અશ્ર્વિન વેગડા અને કાના નામના શખ્સે યુવતિ પર નિર્લજ હુમલો કર્યાની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં રેખાબેને જણાવ્યા મુજબ પોતે પોતાના વાહન પર જતા હતા ત્યારે વિક્રમ સહિત ત્રણેય શખ્સોએ કાર આડી ઉભી રાખી યુવતિને તુ પોલીસમાં અમારા દારૂની બાતમી કેમ આપે છે તેમ કહી નિર્લજ હુમલો કર્યાનું જણાવ્યું હતું.

જયારે સામા પક્ષે નીતાબેન અશ્ર્વિનભાઇ વેગડા નામની ર૬ વર્ષની પરિણીતાએ જેતપુર સીટી પોલીસમાં નોંધાયેલી ફરીયાદ મુજબ રેખા ઉર્ફે ઢબુ લલીત વેગડા પોતાના એકટીવામાં દેશી દારૂની હેરાફેરી કરતી હોય જેનો વિડિયો ફરીયાદીએ પોતાના મોબાઇલમાં શૂટ કરતા ઉશ્કેરાયેલા રેખા ઉર્ફે ઢબુ, લલીત વેગડા અને શારદા ઉર્ફે કાળી હમીર વેગડાએ ઢીકાપાટુનો માર મારતા પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

જેતપુર સીટી પોલીસે બન્ને પક્ષે સામ સામે ત્રણ મહિલા સહિત છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એચ.બી. સોવલીયાએ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here