કેશોદ શહેરમાં સી આર પાટીલ નાં સ્વાગત માટે ચાલતી તડામાર તૈયારીઓ.

0
313

કેશોદના જાહેર માર્ગો પર જોખમકારક કમાનો અને હોડિગ્ઝ ખડકાયા તંત્ર મૂકપ્રેક્ષક બન્યું…

કેશોદ: ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેશોદ શહેરમાં થી પસાર થવાનાં છે ત્યારે વાહવાહી મેળવવા આગેવાનો અને પદાધિકારીઓ માં હોડ લાગી છે. કેશોદ શહેરમાં આવેલા માંગરોળ રોડ કોલેજ રોડ ઉપરના મુખ્ય માર્ગો પર જોખમકારક કમાનો અને હોડિગ્ઝ ખડકી દેવામાં આવ્યાં છે. કેશોદ શહેર-તાલુકા માં છેલ્લાં પાંચ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જાહેર માર્ગો પર ઉભી કરવામાં આવેલ કમાનો અને હોડિગ્ઝ લગાવવામાં આવેલાં છે ત્યારે દરિયા કિનારે આવેલ કેશોદ શહેરમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો તો જાહેર માર્ગો પર પસાર થનારા નિર્દોષ રાહદારીઓ કે વાહનચાલકો નો ભોગ લેવાશે તો જવાબદારી કોની રહેશે…? તહેવારો માં જાહેર માર્ગો પર એક ટેબલ પણ બહાર ન રાખાવા દેવાં વાળું તંત્ર મૂકપ્રેક્ષક બની ગયું છે. કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી ફેલાઈ છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવી રહ્યાં છે ત્યારે શક્તિ પ્રદર્શન કરવામાં કોવીડ-૧૯ ની ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે કે વધું સંક્રમણ થવાથી વધું કોરોના વાયરસ ફેલાય તો જવાબદારી કોની રહેશે…? આગામી દિવસોમાં સંગઠન ની નિમણુંકો થવાની છે ત્યારે ધંધાકિય લાભો મેળવવા પટ્ટા પહેરનારા કુદાકુદ કરી રહ્યાં છે અને ભુલી ગયા છે કે ભારે વરસાદ અને વાવાઝોડાં ની આગાહી વચ્ચે કોરોના નો હાહાકાર છે.


અહેવાલ :- અનિરુધસિંહ બાબરીયા કેશોદ