રાજકોટનો આજી ડેમ 16મી વાર ઓવરફ્લો, અધિકારીઓ નવા નીરના વધામણાં કર્યા, CM વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિત રહ્યાં

0
303
  • રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા નહીં થાય

રાજકોટ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને લઈને ન્યારી ડેમ બાદ આજી ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા 62 વર્ષમાં 16મી વખત આજી ડેમ ઓવરફ્લો થયો છે. આજી ડેમ 29.60 ફૂટની સપાટીએ ઓવરફ્લો થયો છે. રાજકોટ શહેરને આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે. જેમાંથી બે ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ શહેરમાં આ વર્ષે પીવાના પાણીની સમસ્યા નહીં થાય. ત્યારે મનપાના પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના અધિકારીઓએ નવા નીરના વધામણાં કર્યાં હતાં. જ્યારે CM રૂપાણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતાં. આજી ડેમ છલકાતાં આકાશી નજારાના દ્રશ્યો સામે આવ્યાં છે.

લોકોને પાણીની સમસ્યાથી છૂટકારો મળ્યો
સતત વરસાદના પગલે આજી ડેમ 29.60 ફૂટની સપાટીએ ઓવરફ્લો થયો છે. રાજકોટ શહેરને આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે. જેમાંથી બે ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ શહેરમાં આ વર્ષે પીવાના પાણીની સમસ્યા નહીં થાય.

ન્યારી-1 ડેમના બે દરવાજા ખોલાયા
રાજકોટ ન્યારી 1 ડેમના વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી કુલ 5 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અગાઉ ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આથી ડેમ હેઠળ આવતા વાજડી, ઇશ્વરીયા, ન્યારા અને ખંભાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ન્યારી 1 ડેમનું પાણી રાજકોટને પીવા માટે આપવામાં આવે છે.