પ્રણવ દા’ની તબિયતમાં સુધારો:દીકરા અભિજીતે કહ્યું- લોકોની પ્રાર્થના અને ડોક્ટર્સના પ્રયાસથી મારા પિતાની હાલત હવે સ્થિર

0
277
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • પ્રણવ દા’ની બ્રેઈન સર્જરી કરવામાં આવી, હવે તે વેન્ટીલેટર સપોર્ટ પર છે; કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં સુધારો જોવા મળ્યો છે. તેમના દીકરા અભિજીત બેનર્જીએ બુધવારે ટ્વિટ કર્યું કે, તમારી પ્રાર્થના અને ડોક્ટર્સના પ્રયાસથી મારા પિતાની હાલત હવે સ્થિર છે. તેમના શરીરમાં સુધારો જોવા મળી રહ્યો છે. હું આપ સૌને અપીલ કરું છું તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરો.

પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રેઈન ક્લોટને હટાવવા માટે સર્જરી કરવામાં આવી હતી. હવે તે વેન્ટીલેટર સપોર્ટ પર છે.આર્મી હોસ્પિટલે સોમવારે જાહેર કરેલા બુલેટિનમાં પણ તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

પોતે ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી પ્રણવ મુખર્જીએ 10 ઓગસ્ટે પોતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તે હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટે ગયા હતા. કોરોના ટેસ્ટ પણ કરાયો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here