ગુજરાતમાં અંડરવર્લ્ડ:ગોરધન ઝડફિયા સહિત ભાજપના નેતાઓની હત્યાનું કાવતરું નિષ્ફળઃ છોટા શકીલનો શાર્પશૂટર અમદાવાદમાં ઝડપાયો, અન્ય 1 ફરાર

0
349
  • રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે 3 વાગ્યે એટીએસનું ઓપરેશનઃ શાર્પશૂટરે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું
  • ગોરધન ઝડફિયાની ઈમરાન શેખ નામના શાર્પશૂટરે કમલમમાં લાંબો સમય રેકી કરી હતી, ફરિયાદ પણ કરી
  • સમગ્ર ઓપરેશનમાં DIG અને 2 ACPની ટીમ જોડાઈ હતી, ફરાર આરોપીને પકડવા પોલીસતંત્ર કામે લાગ્યું

ગુજરાતમાં અંડરવર્લ્ડને લગતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો છે. ગત રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેઈડ કરી હતી. આમાંથી એકે ફાયરિંગ કરતા એટીએસની ટીમે એક શાર્પશૂટરને ઝડપી લીધો હતો જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર શાર્પશૂટરની તપાસ શરૂ કરી છે જ્યારે ઝડપાયેલા એકને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે.

રાજકારણીઓ પર હુમલાના ઈરાદે આવ્યા, 2 પિસ્તલ ઝડપાઈઃ હિમાંશુ શુક્લા
એટીએસના વડા હિમાંશુ શુક્લાએ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, છોટા શકીલ ગેંગના 2 શાર્પશૂટર વિનસ હોટલમાં છુપાયા હોવાની બાતમીના આધારે ગત રાત્રિએ 3 વાગ્યાની આસપાસ રિલિફ રોડ પરની હોટલ વિનસ પર રેઈડ કરી હતી. ત્યાંથી એક શાર્પશૂટરને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી 2 પિસ્ટલ મળી આવી છે. ઘણા સમયથી ભાજપના નેતાઓ અંડરવર્લ્ડની ગેંગના ટાર્ગેટમાં હતા અને આ ધરપકડથી મોટી સફળતા મળી છે.

ગોરધન ઝડફિયા-ભાજપના અન્ય રાજકારણીઓ નિશાના પર હતા
બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શાર્પશૂટરો 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ થયાના મજબૂત સંકેતો મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here