સુશાંત કેસમાં હવે આગળ શું?:CBIની ટીમ કાલે મુંબઈ પહોંચશે, મર્ડર એન્ગલથી તપાસ આગળ વધારશે; રિયા ચક્રવર્તી અને તેના પરિવારનું નિવેદન પહેલા નોંધાશે

0
327
 • સુપ્રીમ કોર્ટે બુધવારે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ CBIને સોંપી દીધી છે
 • મળતી માહિતી પ્રમાણે, નિર્ણય પહેલાથી જ તપાસ એજન્સીએ તૈયારી શરૂ કરી લીધી હતી

સુપ્રીમ કોર્ટે બુધવારે સુશાંત સિંહ રજાપૂતના મોતની તપાસ CBIને સોંપી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે, નિર્ણય પહેલા જ તપાસ એજન્સીએ તૈયારી શરૂ કરી લીધી હતી. હવે CBIની એક ટીમ આ કેસની તપાસ માટે ગુરુવાર અથવા શુક્રવારે મુંબઈ પહોંચશે. આ ટીમ મર્ડરના એન્ગલથી તપાસ કરશે. CBIએ આ કેસ માટે ગુજરાત કેડરના IPS મનોજ શશિધરના નેતૃત્વમાં SITની રચના કરી છે. ગુજરાત કેડરના મહિલા IPS અધિકારી ગગનદીપ ગંભીર પણ આ ટીમનો ભાગ છે, જે દિલ્હી CBIના હેડક્વાર્ટરમાં કાર્યરત છે.

આગળ શું?

 • CBI સૌથી પહેલા મુંબઈ અને બિહાર પોલીસ પાસેથી અત્યાર સુધી કરવામાં આવેલી તપાસના રિપોર્ટ લેશે.
 • CBI મુંબઈ પોલીસની કેસ ડાયરી, અત્યાર સુધી લેવાયેલા 56 લોકોના નિવેદન, પોસ્ટમાર્ટમ અને ફોરેન્સિક તપાસના રિપોર્ટની કોપી પણ લેશે.
 • સુશાંતનું પોસ્ટમાર્ટમ કરનાર ડોક્ટર્સના નિવેદન પણ લેવામાં આવી શકે છે. મુંબઈ પોલીસના ઘણા અધિકારીઓ પણ વાતચીત કરશે.
 • આ કેસમાં રિયા ચક્રવર્તી, તેમના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી. ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના મેનેજર સૈમુઅલ મિરાંડા અને શ્રુતિ મોદીને આરોપી ગણવામાં આવ્યા છે. આ તમામની પણ પૂછપરછ કરશે.
 • CBI સુશાંતના ફ્લેટની ફરી તપાસ કરી શકે છે. એ દવિસની ઘટનાને રિક્રિએટ કરી શકે છે.
 • જો જરૂર પડશે તો CBI મહેશ ભટ્ટ, આદિત્ય ચોપરા, શેખર કપૂર, અંકિતા લોખંડે, સંજય લીલા ભણસારી સહિત 56 લોકોની પૂછપરછ કરી શકે છે. મુંબઈ પોલીસ આ લોકોના નિવેદન પહેલા જ નોંધી ચુકી છે.

સુશાંત સિંહ કેસમાં અત્યાર સુધી શું બન્યું?

 • 14 જૂનના રોજ સુશાંત સિંહે પોતાના બાંદ્રા સ્થિત માઉન્ટ બ્લૉકના અપાર્ટમેન્ટમાં ગળેફાંસો લગાવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ ગણાવીને તપાસ શરૂ કરી હતી.
 • 25 જુલાઈના રોજ સુશાંતના પિતા કે કે સિંહે દીકરાના મોતના 38 દિવસ બાદ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી સહિત છ લોકો વિરુદ્ધ FIR કરી હતી. રિયા પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો તથા 15 કરોડની હેરાફેરીનો આક્ષેપ મૂક્યો હતો.
 • 29 જુલાઈના રોજ FIRના જવાબમાં રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પટનામાં નોંધાયેલો કેસ મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે.
 • 2 ઓગસ્ટના રોજ પટનાના SP વિનય તિવારી તપાસ અર્થે મુંબઈ આવ્યા હતા. તેમની ચાર મેમ્બર્સની ટીમ પહેલા જ મુંબઈ આવી ગઈ હતી. જોકે, SPની ક્વૉરન્ટીનના નામ પર અટકાયત કરવામાં આવી હતી.
 • 7 ઓગસ્ટના રોજ રિયા ચક્રવર્તી EDની ઓફિસ આવી હતી. ટીમે રિયા, ભાઈ શોવિક, પિતા ઈન્દ્રજીત તથા સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી હતી.
 • 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રિયાની અરજી પર સુનાવણી કરી હતી. આ પહેલા રિયાએ મીડિયા ટ્રાયલને ખોટી ગણાવીને સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી કરી હતી.
 • 13 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારો (કેન્દ્ર, બિહાર પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ, રિયા તથા સુશાંતના પિતા)ને પોતાની દલીલો લેખિતમાં જમા કરાવવાનું કહ્યું હતું.
 • સુપ્રીમ કોર્ટે બે અરજી ફગાવી દીધી છે
 • સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂત કેસમાં બે અરજી ફગાવી દીધી હતી, આમાંથી એક અરજી અલકા પ્રિયા નામની મહિલાએ કરી હતી. આ અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અધિકાર ક્ષેત્રની બાબત છે અને તમે બોમ્બે હાઈકોર્ટ જઈ શકો છો. તો એક કાયદાના વિદ્યાર્થીએ CBI અને NIAની તપાસની માગણી કરતી અરજી કરી હતી. આ અરજી પર CJI એસ એ બોબડેએ સવાલ કર્યો હતો કે તું કોણ છે? ખંડપીઠે કહ્યું હતું કે અજાણી વ્યક્તિ થઈને તું આ કેસમાં કારણ વગરનો હસ્તક્ષેપ કરે છે. આ કેસને સુશાંતના પિતા લડી રહ્યા છે. તારી અરજી ફગાવી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here