મધરાત્રે રિલિફ રોડની હોટેલમાં ફિલ્મીઢબે ફાયરિંગઃ ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો

0
113
  • રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે 3 વાગ્યે ATSનું ઓપરેશનઃ શાર્પશૂટરે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું
  • ગોરધન ઝડફિયાની ઈમરાન શેખ નામના શાર્પશૂટરે કમલમમાં લાંબો સમય રેકી કરી હતી, ફરિયાદ પણ કરી
  • સમગ્ર ઓપરેશનમાં DIG અને 2 ACPની ટીમ જોડાઈ હતી, ફરાર આરોપીને પકડવા પોલીસતંત્ર કામે લાગ્યું

ગુજરાતમાં અંડરવર્લ્ડને લખતી એક મોટી ઘટનામાં છોટા શકીલ ગેંગના શાર્પ શૂટરને એટીએસની ટીમે કાલુપુર રિલિફ રોડ પરની હોટલ વિનસમાંથી ઝડપી પાડ્યો છે. ગત રાત્રિએ વિનસ હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા ATSની ટીમે ત્યાં રેઈડ કરી હતી. આમાંથી એકે ફાયરિંગ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ATSની ટીમે ઈરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાલિયા નામના મુંબઈના શાર્પશૂટરને ઝડપી લીધો હતો, જ્યારે બીજો ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર શાર્પશૂટરની તપાસ શરૂ કરી છે જ્યારે ઝડપાયેલા એકને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. આ શાર્પશૂટર 2002માં ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા સહિતના ભાજપના રાજકારણીઓને નિશાન બનાવવા આવ્યા હોવાનું મનાય છે.

બે શાર્પશૂટર ઘણા દિવસોથી રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાં હતો

બે શાર્પશૂટર ઘણા દિવસોથી રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાં હતો

રાજકારણીઓ પર હુમલાના ઈરાદે આવ્યા, 2 પિસ્તલ ઝડપાઈઃ હિમાંશુ શુક્લા
એટીએસના વડા હિમાંશુ શુક્લાએ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, છોટા શકીલ ગેંગના 2 શાર્પશૂટર વિનસ હોટલમાં છુપાયા હોવાની બાતમીના આધારે ગત રાત્રિએ 4:27 વાગ્યાની આસપાસ રિલિફ રોડ પરની હોટલ વિનસ પર રેઈડ કરી હતી. ત્યાંથી એક શાર્પશૂટરને પકડી પાડવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગી ગયો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી 2 પિસ્ટલ મળી આવી છે. ઘણા સમયથી ભાજપના નેતાઓ અંડરવર્લ્ડની ગેંગના ટાર્ગેટમાં હતા અને આ ધરપકડથી મોટી સફળતા મળી છે.

બે શાર્પશૂટરો વિનસ હોટલના આ રૂમમાં રહેતા હતા

બે શાર્પશૂટરો વિનસ હોટલના આ રૂમમાં રહેતા હતા

ગોરધન ઝડફિયા-ભાજપના અન્ય રાજકારણીઓ નિશાના પર હતા
બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શાર્પશૂટરો 2002માં ગુજરાતના રમખાણો વેળાએ ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા ગોરધન ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ થયાના મજબૂત સંકેતો મળ્યા છે.

ફાયરિંગ થતા ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી

ફાયરિંગ થતા ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી

મારી રેકી થતી હતી, પ્રદીપસિંહે કહ્યું ત્યારે શૂટરની ખબર પડીઃ ઝડફિયા
હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સાથે સૌરાષ્ટ્ર ગયેલા ઝડફિયાએ જણાવ્યું હતું કે, નવસારી અને વલસાડના પ્રવાસે હું હતો ત્યારે મારી કોઈ રેકી કરી રહ્યું હોય તેમ લાગ્યું હતું. આ અંગે મારા કમાન્ડોનું ધ્યાન દોર્યું તો તે રેકી કરી રહેલી વ્યક્તિ તરફ આગળ વધ્યો હતો. પરંતુ તે સમયે તે ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે અમદાવાદની ઘટના વિશે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું ત્યારે ખબર પડી હતી. શાર્પશૂટરો મારી પર હુમલો કરવા આવ્યા હતા તેની પણ જાણ થઈ હતી.

હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેઈડ કરી હતી

હોટેલમાં છૂપાયેલા 2 શાર્પશૂટરની માહિતી મળતા એટીએસની ટીમે ત્યાં રેઈડ કરી હતી

પીએસઆઈ નમી ગયા ને શાર્પશૂટરની ગોળી દિવાલમાં ઘૂસી ગઈ
ગત મધ્યરાત્રિએ અમદાવાદના રિલિફ રોડ પરની વિનસ હોટલમાં ફાયરિંગથી ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ ફાયરિંગ છોટા શકીલના શાર્પશૂટરે કર્યું હતું જેમાં પીએસઆઈ નમી જતા બચી ગયા હતા. જ્યારે ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી. પળવારમાં જ એટીએસના પીએસઆઇ આરોપી પર કૂદી ગયા હતા અને તેને દબોચી લીધો હતો. આરોપી સાથે અમદાવાદના કેટલાક લોકો સંપર્કમાં હોવાની એટીએસને શંકા છે.

આરોપીનું ગુજરાત કનેક્શન જાણવા પ્રયાસો ચાલુઃ ATS DySP
આ અંગે ATSના ડીવાયએસપી કે કે પટેલે જણાવ્યું હતું કે આરોપી છોટા શકીલ ગેંગ સાથે જોડાયેલો છે અને ગુજરાતમાં તેના ક્યાં કનેકશન છે તે જાણવા પ્રયાસ કરી રહ્યા છીએ. હાલના તબક્કે ઈન્ટ્રોગેશનમાં વધુ વિગતો બહાર આવે પછી ખરેખર આરોપી શા માટે અહીંયા આવ્યો તે જાણી શકાશે. જો કે પ્રાથમિક તબક્કે તો ઝડફિયા ઉપરાંત ભાજપના અન્ય નેતાઓને નિશાન બનાવવા બે જણા આવ્યા હોવાનું મનાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here