ભુમાફિયાઓ પર નકેલ કસવા ગુજરાતમાં કાયદો બનશે વધુ કડક, થઈ શકે છે 14 વર્ષની જેલ

0
240

રાજ્યમાં ભુમાફિયાઓ અને જમીન સંબંધીત ગુનાઓ પર નકેલ કસવા માટે રાજ્ય સરકાર નવો કાયદો લાવવા તૈયારી કરી રહી છે. રાજ્યના જમીન પડાવી લેવાના 

ગાંધીનગરઃ રાજ્યમાં ધાકધમકી અને જોરજબરજસ્તીથી જમીન પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ભુમાફિયાઓ પર નકેલ કસવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરીને 14 વર્ષ સુધીની સજાની જોગાવઈ કરવા તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ માટે ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહિબિશન) બિલ 2020’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિધાનસભાના આગામી મહિને મળનાર ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.

આ પ્રસ્તાવિત બિલમાં ગુનો સાબિત થયો હોય તેવા કેસમાં ભુમાફિયાઓને વધુમાં વધુ 14 વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછી 10 વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે જાણકારી ધરાવતા ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે નવા પ્રસ્તાવિત કાયદા મુજબ જે ગુનાગાર સાબિત થશે તેમણે જે તે જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશે.

તેમજ જો આ ગુનો આચરનાર કોઈ કંપની હશે તો જ્યારે ગુનો આચરવામાં આવ્યો તે સમયે કંપનીમાં ભાગ ધરાવતા હોય તેવા દરેક વ્યક્તિ ગુનેગાર ગણાશે અને તેમની વિરુદ્ધ કાયદેસર પગલા લેવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે આ કાયદાનું બિલ ગત બજેટ સેશનમાં જ રજૂ થનાર હતું પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિને જોતા તે સમયે આ બિલ રજૂ કરવામાં આવ્યું નહોતું.

રેવન્યુ વિભાગના ટોચના સૂત્રોએ કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદો વધતા જતા જમીન પડાવી લેવાના ગુનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. પછી તે વ્યક્તિગત ગુનો હોય કે કંપની બનાવીને જમીન પડાવી લેવાનો ગુનો આચર્યો હોય, આ જમીન ધાકધમકી, જોરજબરજસ્તી, ગેરકાયદેસર રીતે પડાવી હોય, જમીન સરકારી હોય, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની હોય, ટ્રસ્ટની હોય કે પછી વ્યક્તિગત માલિકીની તમામ બાબતોને આ નવા કાયદામાં આવરી લેવામાં આવી છે.

જમીન પડાવી લેતા આ ભુમાફિયાઓ ખોટા દાવાઓ કરી છેતરપિંડીકરે છે. અનૈતિક જમીન દલાલો સાથે મળીને ખોટી રીતે જમીનના સોદા કરે છે અને લોકો સાથે છેતરપિંડી કરીને રુપિયા પડાવી લે છે. આવી અનૈતિક અને ગેરકાયદે પ્રવૃત્તિ કાયમ માટે બંધ થવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here