નિલકંઠ પાર્કમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત નવ પત્તાપ્રેમી ઝડપાયા

0
325

રૂ.૭૯૫૦૦ની રોકડ કબ્જે

જંગલેશ્વરમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ઝરીનાબેન હીંગોરા નામની મહિલા નીલકંઠ પાર્કમાં મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમી પરથી ભકિતનગર પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત નવ પતાપ્રેમીઓને ઝડપી, જુગારના પટમાંથી રૂા. ૭૯૫૦૦ની રોકડ કબ્જે કરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જંગલેશ્વરમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.૧૩માં રહેતી ઝરીનાબેન અજીતભાઈ હીંગોરા નામની મહિલા કોઠારીયા રોડ પર આવેલા નીલકંઠપાર્કમાં શ્રી રામકૃપા નામના મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમી ભકિતનગર પોલીસને મળતા જુગાર સ્થળ પર દરોડો પાડી જુગટુ ખેલતી ઝરીના હીંગોરા સહિત એજાજ ઉર્ફે ભૂરો અનવરભાઈ અજમેરી, અસરફ એહમદભાઈ મેતર, ચીરાગ ઉર્ફે ભૂરો સુધીરભાઈ વરૂ, સીકંદર રૂસ્તમભાઈ વારાણી, જાવેદ ગુલમહમદભાઈ સુમરા, રૂસ્તમ હબીબભાઈ કુરેશી, અપ્સાનાબેન સલીમભાઈ ગોદાણી અને હસીનાબેન નિઝામભાઈ પડીયા નામના પતાપ્રેમીને ભક્તિનગર પી.આઈ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.બી. જેબલીયા, એ.એસ.આઈ. ફીરોજભાઈ શેખ, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગમારા, સલીમભાઈ મકરાણી, રણજીતસિંહ પઢારીયા, કોન્સ્ટેબલ દેવાભાઈ ધરજીયા અને ભાવેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ઝડપી જુગારના પટમાંથી રૂા.૭૯૫૦૦ની રોકડ કબ્જે કરી છે.

જયારે ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલે કોઠારીયા રોડ પર માલધારી ફાટક પાસે મોબાઈલ પર ઓનલાઈન તીન પતીનો જુગાર રમતા આકાશ પ્રદિપભાઈ કાનાણી મહેશ ટોળીયા અને ફીરોજ લીંગડીયાને મોબાઈલ અને રોકડ મળી રૂા.૧૦૩૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.