સૌરાષ્ટ્રમાં વરસાદ : ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, બે કાંઠે વહેતી ઘેલો નદીમાં પિતા-પુત્ર તણાયા.

0
348
  • પાળિયાદ ગામના પિતા-પુત્ર નદીના ધસમસતા પ્રવાહમાં રસ્તો પસાર કરી રહ્યા હતા

સૌરાષ્ટ્રમાં આજે બુધવારે સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારથી બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદ વરસ્યો નથી. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગોંડલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. વરસાદને કારણે વિઝીબિલિટી પણ ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ધોધમાર વરસાદથી ખેતરોમાં પણ પાણી દોડવા લાગ્યા હતા. જસદણ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ઘેલો નદી બેકાંઠે વહી રહી છે. આથી ઘેલો નદીમાં પિતા-પુત્ર તણાયા છે.

ગોંડલમાં રસ્તા પર પાણી ભરાયા

ગોંડલમાં રસ્તા પર પાણી ભરાયા

પાળિયાદ અને માઢિયા વચ્ચે પિતા-પુત્ર ઘેલો નદીમાં તણાયા
ભાલ પંથકમાંથી પસાર થતી ઘેલો નદીમાં ભારે વરસાદથી ઘોડાપૂર આવ્યું છે. બેકાંઠે વહી રહેલી ઘેલો નદીમાં પાળિયાદ અને માઢિયા વચ્ચે પિતા-પુત્ર તણાતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને બંનેની શોધખોળ હાથ ધરી છે. બંને પિતા-પુત્ર પાળિયાદ ગામના રહેવાસી છે. બંને ધસમસતા પ્રવાહમાં નદીમાંથી રસ્તો પાર કરી રહ્યા હતા.પરંતુ નદીના ધસમસતા પ્રવાહમાં બંને ગરકાવ થઈ ગયા છે. હાલ તંત્ર દ્વારા બંનેની શોધખોળ હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here