નેશનલ સ્કોલરશિપ 2020 : 10મા-12મા ધોરણમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એક્ટિવ થયું, ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે.

0
282

નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP)એ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો હેઠળ આવતા 16 પ્રકારની નેશનલ લેવલની સ્કોલરશિપ માટે પોર્ટલ એક્ટિવ કરી દીધું છે. જે વિદ્યાર્થીઓએ 10મા-12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી હોય તેઓ આ નેશનલ સ્કોલરશિપ્સ માટે અરજી કરી શકે છે. આમાંથી મોટાભાગની સ્કોલરશિપ્સ મેટ્રિક લેવલની જ છે. વિદ્યાર્થીઓ NSP પોર્ટલ scholarships.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.

વિવિધ મંત્રાલયે સ્કોલરશિપ્સ સ્કીમ બહાર પાડી છે
જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનામાં રસ હોય તેઓ પોર્ટલ પર તેની વિગતવાર ગાઇડલાઇન્સ જોઈ શકે છે. વિદ્યાર્થીઓ, લાયકાત, શિષ્યવૃત્તિની રકમ, ડોક્યૂમેન્ટ્સ એપ્લિકેશન વગેરે સહિત તમામ જાણકારીઓ ગાઇડલાઇન્સમાંથી જોઈ શકાય છે. ભારત સરકારના જુદા જુદા મંત્રાલયે બધી સ્કોલરશિપ્સ યોજનાઓ જાહેર કરી છે. તેમાં લઘુમતી બાબતોનું મંત્રાલય, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, RPF/RPSF રેલવે મંત્રાલય વગેરેનો સમાવેશ થાય છે.

નેશનલ સ્કોલરશિપ સ્કીમ્સ અને અરજી કરવાની છેલ્લી તારીખ

સ્કોલરશિપ સ્કીમ્સછેલ્લી તારીખ
પ્રિ-મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ્સ ફોર માઇનોરિટીઝ31 ઓક્ટોબર, 2020
પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ્સ ફોર માઇનોરિટીઝ31 ઓક્ટોબર, 2020
મેરિટ કમ મિન્સ સ્કોલરશિપ ફોર પ્રોફેશનલ એન્ડ ડેક્નિકલ કોર્સિસ31 ઓક્ટોબર, 2020
પ્રિ-મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ્સ ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટીઝ31 ઓક્ટોબર, 2020
પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ્સ ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટીઝ31 ઓક્ટોબર, 2020
સ્કોલરશિપ ફોર ટોપ ક્લાસ એજ્યુકેશન ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટીઝ31 ઓક્ટોબર, 2020
ટોપ ક્લાસ એજ્યુકેશન સ્કીમ્સ ફોર SC સ્ટુડન્ટ્સ15 ઓક્ટોબર, 2020
ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ફોર એજ્યુકેશન ઓફ ધ વોઇસ ઓફ પોસ્ટ મેટ્રિક31 ઓક્ટોબર, 2020
નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ15 ડિસેમ્બર, 2020
સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ સ્ટુડન્ટ્સ31 ઓક્ટોબર, 2020
પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમ ફોર સેન્ટ્રલ આર્મ પોલિસ ફોર્સિસ31 ઓક્ટોબર, 2020
પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમ ફોર RPF31 ઓક્ટોબર, 2020
NEC મેરિટ સ્કોલરશિપ31 ઓક્ટોબર, 2020
નેશનલ ફેલોશિપ એન્ડ સ્કોલરશિપ ફોર હાયર એજ્યુકેશન ઓફ SC સ્ટુડન્ટ્સ31 ઓક્ટોબર, 2020