મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં અગિયાર વર્ષની એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ ના આરોપીની લોકોએ ધોલાઇ કરી નાખી હતી. એટલું જ નહીં ગ્રામીણોએ તેનું માથું મુંડાવી મોઢું કાળું કર્યું હતું અને તેને ચપ્પલ નો હાર પહેરાવી આખા ગામમાં ફેરવ્યો હતો.
થાનાધીકારી મંગીલાલ ચૌહાણના જણાવ્યા મુજબ, આ ઘટના મધ્યપ્રદેશના ઉજ્જૈન જીલ્લાના મહિધર તાલુકાના બ્રાહ્મણખેડા અને પેટલાવડ ગામની વચ્ચે બની હતી. પોલીસે કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. 11 વર્ષની માસૂમ બાળકી રેશન લેવા માટે તેના ત્રણ નાના ભાઈઓ સાથે બ્રાહ્મણ ખેડા ગામથી પેટલાવડ ગામે ગઈ હતી. રેશનની દુકાનમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં વિજય નામનો યુવક યુવતીને છરીની અણીએ જંગલ તરફ લઇ ગયો.
બાળકીને જંગલમાં લઈ ગયો
જ્યારે નિર્દોષ બાળકોએ આ ઘટના વિષે પસાર થતા લોકોને કહ્યું, ત્યારે એક યુવાન તાત્કાલિક જંગલ તરફ ગયો. યુવકને જોઇને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેને પકડી લીધો હતો. તે જ સમયે, નિર્દોષને તેની પકડમાંથી બચાવ્યા બાદ, ગ્રામજનો ગુસ્સે થયા અને યુવકનું માથું મુંડ્યું અને ગળામાં ચપ્પલનો હાર પહેરાવી અખા ગામ માં ફેરવી પોલીસને સોપી દીધો હતો
જેણે પીડિતને બચાવ્યો તેને ધમકી આપવામાં આવી છે
પોલીસે આરોપી વિજયની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી વિરુદ્ધ બળાત્કારની કલમ 376, 511 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, આ વખતે પણ પોલીસે કલમ 354 અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તે જ સમયે, તેજુલાલ નામના એક યુવકે યુવતીને બચાવી લીધી છે, આરોપીએ તેને જેલ માંથી છૂટ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.