પહેલા ત્રણ વર્ષની બાળકીને પાંચમાં માળેથી નીચે ફેંકી અને પછી, પોતે પણ મોતની છલાંગ લગાવી લેતી સુરતની જનેતા.

0
311

આપણા દેશમાં દહેજનો રીવાજ નાબુદ થયો હોવા છતાં હાલમાં ઘણા લોકો દહેજની માંગ પોતાની વહુ પાસેથી કરે છે. શા માટે હજુ આ રીવાજ ચાલી આવે છે? આ રીવાજના કારણે કેટલી બેટીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો અને આજે પણ સુરતનો એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના પરવત પાટિયામાં માતાએ પોતાની ત્રણ વર્ષીય પુત્રી સાથે પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. માતા-પુત્રીના શરીરે ગંભીર ઇજા થતા માતાનું ઘટના સ્થળે મોત થયું હતું.

પારિવારિક કંકાસને કારણે પરિણીતએ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લગ્ન બાદ સાસુ-સસરા પરિણીતાને દહેજ માટે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પિયરિયાએ કર્યો હતો. તેમણે કોમલના પરિજનોને ઘટનાની જાણ કરી હતી. માતા-પુત્રીની બોડી પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માતા કોમલબેનનું ઘટનાસ્થળે મોત થયું હતું. પુત્રી મિષ્ટીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

પરવતપાટિયા પાસે આવેલા સીએનજી પંપની પાછળ આવેલા રૃદ્રમણી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા ૩૦ વર્ષીય કોમલબેન આશિષ સોમાણીએ મંગળવારે બપોરે પાંચમા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાંથી પોતાની ત્રણ વર્ષની પુત્રી મિષ્ટી સાથે ભૂસકો માર્યો હતો. સોમાણી પરિવાર મૂળ હરિયાણાના ભીવાની જિલ્લાનો વતની છે.

પાંચ વર્ષ પહેલા કોમલના લગ્ન આશિષ સાથે થયા હતાં. લગ્ન બાદ ત્રણ વર્ષની પુત્રી મિષ્ટીનો જન્મ થયો હતો. કોમલબેનનો પતિ આશિષ દેવેન્દ્ર સોમાણી સાડી અને ડ્રેસ મટિરિયલના બોક્સ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સમગ્ર ઘટનામાં પૂણા પોલીસે જણાવ્યું કે સોમાણી પરિવારમાં ઘરકંકાસ થતો હતો. લાંબા સમયથી ચાલતા પારિવારિક કંકાસને કારણે કોમલબેને અંતિમ પગલું ભયુંર્ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

કોમલબેનના માતા-પિતા એ કહ્દયું કે દહેજ માટે સાસુ-સસરા ત્રાસ આપતા હતા
કોમલબેનના મામા મહેશભાઇ નારાયણ બ્રોલિયાએ જણાવ્યું કે કોમલબેનના લગ્ન બાદ તેના સાસુ-સસરા દહેજ માટે માનસિક ત્રાસ આપતા હતાં. સાસુ-સસરાના ત્રાસથી કોમલે આપઘાત કર્યો હોવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here