લદાખ બોર્ડર (Ladakh Border) પર સેના જલ્દી પહોંચી શકે તે માટે ભારતે એક નવા રસ્તાનું નિર્માણ કરવા જઇ રહી છે. મનાલી (Manali) અને લેહ (Leh)ની વચ્ચે આ રસ્તો બનાવવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઇ પર પ્રકાશિત એક રિપોર્ટ મુજબ ભારત લદાખથી અન્ય સેક્ટર્સની કનેક્ટિવિટી સુધારવા માટે તેજીથી આ પર કામ ચાલી રહ્યું છે. રણનીતિની રીતે પણ આ વિસ્તારોમાં જલ્દી સેના પહોંચી શકે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
સરકારના એક સુત્રએ એએનઆઇને જણાવ્યું કે મનાલીથી લેહની વચ્ચે વૈકલ્પિક કનેક્ટિવિટી માટે એજન્સીઓ કામ કરી રહી છે. નવા રસ્તા દ્વારા સેના ઝડપથી લદાખ પહોંચી શકશે. હાલ શ્રીનગરથી જોજિલા પાસે અને અન્ય રસ્તા દ્વારા સેના લદાખનો રસ્તો પસાર કરે છે. આ નવો રસ્તો બનતા ત્રણથી ચાર કલાકનો સમય બચી જશે. સાથે જ વિપક્ષી દેશ પાકિસ્તાન અને ચીન સેના આ મુવમેન્ટ પર નજર નહીં રાખી શકે. આ રૂટ દ્વારા સેના ટેન્ક અને હથિયાર સરળતાથી પહોંચાડી શકશે.
ઉલ્લેખનીય છે કે દ્રાસ-કારગિલ-લેહનો રસ્તો પાકિસ્તાનીઓ દ્વારા 1999માં કારગિલ યુદ્ધના સમયે ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. અને આ વિસ્તારમાં તે સમયે પાકિસ્તાન તરફથી ભારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. સુત્રોનું કહેવું છે કે નવા રસ્તાનું કામ શરૂ થઇ ચૂક્યું છે.