ગુજરાતરાજયમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ જામનગર દ્વારા આજે 100 બેડ ની કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપણીના હસ્તે ઓનલાઈન કરવામાં આવ્યું હતું.
જામનગર ખંભાળીયા હાઇવે ઉપર સ્વામિનારાયણ ગુરુકુળ જામનગર દ્વારા આજે સૌરાષ્ટ્ર ની સૌથી મોટી અને જામનગર ની પ્રથમ કોવિડ હોસ્પિટલ નું ઉદઘાટન ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા 100 બેડ ની કોવિડ હોસ્પિટલ માં સસ્પેક્તેડ વોર્ડ, મેલ-ફિમેલ વોર્ડ, નોન કોવિડ આઇસિયું અને કોવિડ આઇસિયું ઉપરાંત 5 વેન્ટિલેટર જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
તેમજ ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલ ને 5 વેન્ટિલેટર અપાતાં ટ્રસ્ટીઓ અને સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગુજરાત સરકાર અને જામનગર જિલ્લા વહીવટી તંત્ર નો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઓનલાઈન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધનસુખભાઈ ભંડેરી, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર ખાતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે મેયર હસમુખ જેઠવા અને સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ, ધર્મગુરુ તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :-સાગર સંઘાણી,જામનગર.