આ એ જ શહેર છે જ્યાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો.
પરંતુ અહીંનો નજારો જોઈને લાગી રહ્યું છે કે wuhan કોરોના સંકટથી મુક્ત થઈ ગયું છે.
આ તસવીર દુનિયા માટે આશ્ચર્ય ઉભું કરી રહી છે.
કારણ કે અહીં દેખાય છે કે હજારો લોકો સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહ્યા છે અને અહીં કોઈ વ્યક્તિ માસ્ક સાથે જોવા નથી મળી રહ્યું,
આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
તસવીર જોઈને ઘણાં લોકોને વિશ્વાસ નથી થતો અને તેઓ આ તસવીરને કોરોના વાયરસના ફેલાવા પહેલાની માની રહ્યા છે

બાકી દેશોમાં આજે પણ કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત સહિત લોકડાઉનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.
જોકે, wuhan માં કોરોનાથી મુક્તિ મળ્યા બાદ માહોલ પહેલા જેવો જ બની રહ્યો છે.
આ તસવીર ન્યૂઝ એજન્સી એએફપીએ ટ્વીટ કરી છે. જેના કેપ્શનમાં લખ્યું છે, “વુહાન લહેરાયું. ગરમીથી રાહત માટે ચીનના લોકો વુહાનમાં પૂલ પાર્ટીનો આનંદ માણી રહ્યા છે.”
આ તસવીરને ઢગલો લોકો પસંદ કરી રહ્યા છે અને જબરજસ્ત વાયરલ થઈ રહી છે.
આ નજારો વુહાનના જાણીતા માયા બીચ વોટર પાર્કનો છે. જ્યાં એક ઈલેક્ટ્રોનિક મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું,
જ્યાં કોરોના કાળમાં હજારોની સંખ્યામાં લોકો સ્વિમસૂટ, લાઈફ જેકેટ્સ અને ચશ્મામાં જોવા મળ્યા.
પરંતુ સોશિયલ આ બધાની વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ગાયબ હતા.
સ્થાનિક મીડિયા રિપોર્ટસ મુજબ, વોટર પાર્કમાં પાર્ટી કરવા માટે ઉમટેલા લોકોની ભીડની ક્ષમતા તેની સામાન્ય ક્ષમતા કરતા 50% ઓછી હતી.
અને હા, પાર્કીમાં મહિલાઓના પ્રવેશ માટે 50% ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે વોટર પાર્ક 76 દિવસના લોકડાઉન પછી જૂનમાં ખુલ્યું હતું.