નાના એવા ગોંડલમાં એક છત્ર હેઠળ તમામ તબીબી સારવાર મળી રહે તે જ અમારો ઉદેશ્ય:ટીમ મેડીકેર
તા.૩૧,ગોંડલ:મેડીકેર હોસ્પિટલ ગોંડલની સુપ્રસિધ્ધ અને એક છત્ર હેઠળ તમામ પ્રકારની સારવાર પુરી પાડતી અને તમામ રોગોના નિષ્ણાંત તબીબોની ટીમ ધરાવતી હોસ્પિટલ છે. મેડીકેર હોસ્પિટલમાં એક નવો વિભાગ પણ કાર્યરત છે. જેમાં દાઝેલા દર્દીઓની સારવાર અર્થે આ ખાસ વિભાગ તૈયાર કરવામાં આવેલ છે.

મેડીકેર હોસ્પિટલના તબીબ ડો.અંકુર વરસાણીએ જણાવ્યું હતું કે,અમારી રાજકોટમાં પણ હોસ્પિટલ છે જ્યાં એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની તબીબી સારવાર ઉપલબ્ધ છે.

પરંતુ ગોંડલમાં સારવાર લેવા આવતા દર્દીઓને પડતી મુશ્કેલીનું એકમાત્ર સમાધાન શોધવાના આશયથી ગોંડલ જેવા સેન્ટરમાં પણ એક છત્ર હેઠળ તમામ પ્રકારની તબીબી સારવાર ઉપલબ્ધ બને તેવા અભિગમ સાથે અમે શહેરનાં હાર્દસમા કોલેજ ચોક નજીકનાં વિસ્તારમાં અમારી આ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.

તાજેતરમાં જ મેડીકેર હોસ્પિટલ-ગોંડલ ખાતે દાખલ થયેલ અમરેલી જીલ્લાનાં બાબરાનાં વિશાલ ચુડાસમા નામના શ્રમિક યુવાન કે જેને વાડીએ કામ કરતા સમયે સલ્ફર જેવા જવલનશીલ કેમિકલની આકસ્મિત આગમાં અકસ્માતે આગ દ્વારા ખુબ જ નુકસાન પહોંચેલું હતું અને તેના ચહેરા,બન્ને હાથ-પગ, પીઠ સહીતનો મોટાભાગનો હિસ્સો દાઝી ગયેલો હતો.તેઓની ૨૦ દિવસની સારવાર અને નિષ્ણાંત તબીબોના માર્ગદર્શન હેઠળ ગઈકાલે ડીસ્ચાર્જ મેળવેલ છે.

સમગ્ર ગોંડલ પંથકમાં સૌ-પ્રથમ વખત આ પ્રકારની જટિલ સર્જરી થઇ હોવાની ખુશી દર્દીનાં પરિવારજનોની સાથો-સાથ મેડીકેર હોસ્પિટલનાં તબીબો સહીત સમગ્ર સ્ટાફને પણ હોય જેથી દર્દીને હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે આફતને અવસરમાં પલટાવી દર્દીનાં પરીવારજનો સાથે મેડીકેર હોસ્પિટલનાં સ્ટાફે દર્દીનાં હાથે કેક કાપી હર્ષભેર ઉજવણી કરી હતી.
