અવમાનના કેસમાં પ્રશાંત ભૂષણની અપીલ ફગાવાઈ:SCએ કહ્યું- સજા સંભળાવી પણ દેશું તો રિવ્યૂના નિર્ણય સુધી લાગુ નહી થાય;ભૂષણના વકીલે કહ્યું- સજા ટાળશો તો આભ નહીં તૂટી પડે

0
266
  • કોર્ટ અને જજ વિરુદ્ધ ટ્વિટના કેસમાં પ્રશાંત ભૂષણ અવમાનનાના દોષી
  • ભૂષણની દલીલ- સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કોઈ વિકલ્પ નથી રહેતો, એટલા માટે ન્યાયનું ધ્યાન રાખવામાં આવે

અવમાનના કેસમાં વકીલ પ્રશાંત ભૂષણની અપીલ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફગાવી દીધી છે. ભૂષણે સજા પર આજે થનારી ચર્ચાને ટાળવા અને રિવ્યૂ પિટીશન કરવાની તક માટે અપીલ કરી હતી. કોર્ટે કહ્યું કે, સજા સંભળાવી પણ દેશું તો, રિવ્યૂ અંગેના નિર્ણય સુધી લાગુ નહીં થાય. બીજી બાજુ ભૂષણના વકીલે કહ્યું કે, જો સજા ટાળી દેશે તો આભ નહીં તૂટી પડે.

ભૂષણની દલીલ- માણસના નિર્ણયમાં ભૂલ થવાની શક્યતા
પ્રશાંત ભૂષણે વકીલ કામિની જાયસવાલ પાસે અરજી કરાવી છે. ભૂષણનું કહેવું છે કે માણસના નિર્ણય હંમેશા સાચા નથી હોતા. નિષ્પક્ષ ટ્રાયલના તમામ પ્રયાસો છતા ભૂલ થઈ શકે છે. ગુનાહિત અવામાનનાના કેસમાં સુપ્રીમ કોર્ટ ટ્રાયલ કોર્ટની જેમ કામ કરે છે. અને તેની ઉપર કોઈ વિકલ્પ પણ નથી હોતો.
ભૂષણે દલીલ કરી છે કે હાઈકોર્ટમાંથી અવમાનનાનો દોષી આગળ પણ અપીલ કરી શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કોઈ વિકલ્પ નથી હોતો. એટલા માટે ખાસ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ કે ન્યાય થાય. ભૂષણે નિર્ણયના 30 દિવસમાં અપીલ કરવાની વાત કહી છે. સુપ્રીમ કોર્ટે તેમને 14 ઓગસ્ટે અવમાનનાના દોષી ઠેરવ્યા હતા.

શું હતો મામલો?
કોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજો અંગે વિવાદીત ટ્વિટ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે 14 ઓગસ્ટે પ્રશાંત ભૂષણને અવમાનનાના દોષી જાહેર કર્યા હતા. જસ્ટિસ અરુણ મિશ્રા, બીઆર ગવઈ અને કૃષ્ણ મુરારીની બેંચે કહ્યું હતું કે, 20 ઓગસ્ટે સજા અંગે ચર્ચા કરવામાં આવશે.

પ્રશાંત ભૂષણના આ 2 ટ્વિટને કોર્ટે અવમાનના ગણાવ્યા

  • પહેલું ટ્વિટઃ 27 જૂન- જ્યારે ઈતિહાસકાર ભારતના છેલ્લા 6 વર્ષ પર નજર નાંખે છે તો જુએ છે કે કોઈ પણ પ્રકારની ઈમરજન્સી વગર દેશમાં લોકતંત્ર ખતમ કરવામાં આવ્યું. જેમાં તે(ઈતિહાસકાર)સુપ્રીમ કોર્ટ, ખાસકરીને 4 પૂર્વ CJIની ભૂમિકા પર સવાલ ઉઠાવશે.
  • બીજુ ટ્વિટઃ29 જૂનઃ જેમાં વરિષ્ઠ વકીલે ચીફ જસ્ટિસ એસએ બોબડેની હાર્લે ડેવિડસન બાઈક સાથે ફોટો શેર કર્યો.CJI બોબડેની ખોટી વાત કરતા લખ્યું કે, તેમણે કોરોનાના સમયગાળા દરમિયાન કોર્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here