ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી 3 મેચોની સિરીઝ ભારતે જીતી લીધી છે. શુભમન ગિલને જોઈને ચાહકોએ 'હમારી ભાભી કૈસી હો, સારા ભાભી જૈસી હો'ના નારા લગાવ્યા હતા. જે વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચ બુધવારે જીતીને ભારતે 2-1 થી ન્યુઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાં વિજય મેળવ્યો.ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે 68 રનમાં જ સમેટાઈ ગઈ હતી. હાર્દિક પંડયાએ 4 વિકેટ ઝડપી હતી. વનડેમાં ભારતીય ટીમે 3-0 થી ન્યુઝીલેન્ડને હાર આપ્યા બાદ, T20 સિરીઝમાં 2-1 થી હાર આપી હતી. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમનો ભારત પ્રવાસ સમાપ્ત થયો હતો. હાર્દિક પંડ્યાએ T20 સિરીઝમાં ભારત માટે આગેવાની સંભાળી હતી.ODIમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ શુભમન ગીલે હવે T20માં પણ ધમાલ મચાવી છે.
અમદાવાદમાં રમાયેલી સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી 234 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાને ખડક્યો હતો. ભારત તરફથી શુભમન ગિલે શાનદાર આક્રમક સદી નોંધાવી હતી.
ગિલે 126 રન સાથે સદી નોંધાવી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પર ભારતે બેટિંગમાં ધમાલ મચાવ્યા બાદ, બોલિંગમાં પણ તરખાટ મચાવ્યો હતો. ન્યુઝીલેન્ડની શરુઆત ખરાબ કરી દીધી હતી. ભારતીય બોલરોએ કિવી ટીમની હાલત કંગાળ બનાવી દીધી હતી.21 રનમાં અડધી ટીમ પેવેલિયન પરત મોકલવામાં ભારતીય બોલરો સફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલે અમદાવાદમાં જમાવાટ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાના ઓપનર ગિલે 7 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદ થી 63 બોલમાં 126 રનની શાનદાર સદી નોંધાવી હતી. ગિલ સાથે મળીને રાહુલ ત્રિપાઠીએ સારી ભાગીદારી નોંધાવતા 22 બોલમાં 44 રન નોંધાવ્યા હતા.
ODIમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ શુભમન ગીલે હવે T20માં પણ ધમાલ મચાવી છે. આ જમણા હાથના ઓપનરે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20માં અણનમ સદી ફટકારી હતી.જો કે, લોકોમાં એક મોટી મૂંઝવણ છે કે આ સારા કોણ છે? કેટલાક ચાહકો શુભમન ગિલને ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડે છે, જ્યારે કેટલાક ચાહકો તેને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે જોડે છે. ગિલ અભિનેત્રી સારા સાથે પણ સ્પોટ થયો છે.