અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનો વહીવટી વિસ્તાર ઘણો લાંબો પહોળો હોવાથી તાલુકા મથકે વહીવટી કારણોસર જવામાં પ્રજાને ઘણી તકલીફો પડી રહી છે અહીં પ્રજાને વારંવાર એક જ કામ માટે ધક્કા ખાવા પડે છે જેના કારણે વખતો વખત સાઠંબા ને બાયડ તાલુકામાંથી જુદો પાડી અલગ સાઠંબા તાલુકો બનાવવાની માંગણીઓ સરકાર સમક્ષ થઈ ચૂકી છે.

તાજેતરમાં બાયડ માલપુરના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી સાઠંબાને અલગ નવો સાઠંબા તાલુકો બનાવવા વહીવટી કારણોસર માંગણી કરી છે
તેમણે વધુમાં જણાવ્યું છે કે, બાયડ તાલુકાનો વિસ્તાર અને વસ્તી ઘણી મોટી છે. જેથી વહીવટી કારણોસર કામના ભારણમાં અધિકારીઓ પહોંચી વળતા નથી જો બાયડ તાલુકામાંથી સાઠંબાને નવો તાલુકો બનાવી સાઠંબા તાલુકો જાહેર કરવામાં આવે તો આજુબાજુની પંચાયતો ખેડૂતોને ધરમધક્કામાંથી ઉગારી શકાય તથા જનતાને તેમના કામો માટે સરળતા રહે અને વિકાસના કામો પણ સરળતાથી થાય. તે માટે સાઠંબાને નવો તાલુકો બનાવવાની ધારાસભ્ય ધવલસિંહે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે.
અહેવાલ : જગદીશ પ્રજાપતિ (અરવલ્લી)