શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત ‘નો સિંગલ યુઝ પ્લાસ્ટિક’-ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું

0
89

શૈક્ષણિક સંસ્થાઓમાં પર્યાવરણની સુરક્ષા અને જાળવણીને મહત્વ આપવા તેમજ સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ તરીકે હાથ ધરવા અને શૈક્ષણિક સંકુલોમાં નિયમિતપણે સાફ-સફાઈ થતી રહે અને સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે હેતુથી પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજમાં શરૂ થયેલા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત ‘નો સિંગલ યુઝ પ્લાસ્ટિક-ચિત્ર સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં NSSના સ્વયંસેવકો તેમજ અન્ય વિષયના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાના નવીન વિચારો વ્યક્ત કરી તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટે અને લોકો કાપડના થેલા તેમજ પેપર બેગનો વધારેમાં વધારે ઉપયોગ કરે તેવો સંદેશો પોતાના ચિત્રો દ્વારા વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે કાપડના થેલા કે પેપર બેગનો જ ઉપયોગ કરીશું તેવો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)