વેરાવળમાં સુન્ની મુસ્લિમ જમાત દ્વારા 250 થી દીકરીઓને નિઃશુલ્ક સીવણ કોર્ષ શીખવાડી પ્રમાણપત્ર અપાયા

0
166

આજની દીકરી બુરખા(પરદા) માં પણ શિક્ષણ લઈ પાયલોટ બની શકે છે: અફઝલ સર

વેરાવળ તાલુકા માં હમેશા સામાજીક અને ધાર્મિક કાર્યો માટે જાણીતી સંસ્થા એ દીકરીઓ માટે ખૂબ જ સરસ અને નારી સશક્તિરણ માટે સરાહનીય કામગીરી કરેલ છે.છેલ્લા ૩ વર્ષથી સંસ્થા દ્વારા દીકરીઓ ને નિઃશુલ્ક સીવણ શીખવાડે છે અને હાલ આ કોર્ષ 250 થી વધુ દિકરીઓ એ પૂર્ણ કરેલ છે.જે બાબતે તુરક જમાત ખાના ખાતે એક પ્રમાણપત્ર વિતરણ નાં કાર્યકમ નું આયોજન કરવામાં આવેલ હતું

આ તકે ખાસ ડોકટર રીઝવાના મન્સૂરી, સી.બી. એસ. ઈ. ટીચર યાસ્મીન મેમ ભરૂચા,એડવોકેટ સુમૈયા મન્સૂરી, મ્હેંદી અને સીવણ એક્સપર્ટ રસીદા આપા ચાંચિયા ને આમંત્રિત કરવામાં આવેલ હતા અને તમામે એક જ સંદેશ આપેલ હતું કે આજ ની દીકરી આવનાર સમય ની “માં” છે તો શિક્ષણ મેળવી ને સાથે સાથે હુનરમન્દ થઈ પગભર થઈ પોતાના પરિવાર અને સમાજ નું નામ રોશન કરવું જોઈએ આજની દીકરી બુરખા માં પણ પાઇલોટ બની શકે છે તો દિન અને દુનીયવી ઈલમ મેળવી મુસ્લિમ દીકરીઓને કામયાબ થવું જોઈએ કારણ કે એક “માં” એ 100 શ્રેષ્ઠ શિક્ષક બરાબર હોય છે અને બાળકના ઘડતર માં માં નુંખૂબ મહત્વનું અને આગવું સ્થાન હોય છે તેવી શીખ આપેલ હતી.

આ તકે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના અબ્દુલ રઝાક,હાજી અ.મજીદ દીવાન,ડોકટર અસ્લમ ખત્રી,હાજી અ.ગફાર ખાન, અફઝલ સર,હાજી પંજા, હનીફ જીવા,ફારૂક ધુલિયા, અ.કાદીર મેવાતી,હાફિઝ સબ્બીર મહિડા, અલતમ્સ પંજા,દાનિશ ચાંચિયા,નદીમ મુગલ,સરફરાઝ મેવાતીઅને સંસ્થાના કાર્યકરો એ કાર્યક્ર્મ ને સફળ બનાવેલ હતું

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)