વેરાવળમાં વિશ્વકર્મા જયંતિ નિમિતે સમુહ ભોજન, શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું

0
82

છેલ્લા 30 વર્ષથી સલાટ સમાજના લોકો દ્વારા કરાઇ છે ઉજવણી

વેરાવળમાં વિશ્વકર્મા જયંતિ નિમિતે સલાટ સમાજ દ્વારા દાંડિયા રાસ, સમુહ ભોજન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી.આ તકે સમાજના 500થી વધુ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને આ શોભાયાત્રા સલાટ સોસાયટીથી શહેરના મુખ્ય માર્ગો, નવદુર્ગા રોડ, કે કે મોરી સ્કૂલ રોડ, એસ ટી રોડ સહિતના માર્ગો પરથી નીકળી હતી.આ તકે સમાજના પટેલ પ્રભુદાસભાઈ મુરાબિયાએ જણાવ્યું હતું કે સલાટ સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી વિશ્વકર્મા જયંતીના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.વેરાવળ ઉપરાંત પાટણ, પોરબંદર, માંગરોળ અને જૂનાગઢ સહિત જ્યાં જ્યાં સલાટ સમાજ વસે છે ત્યાં ભવ્ય શોભાયાત્રા સાથે આ ઉત્સવની ઉજવણી કરાય છે.

અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)