વેરાવળના સિંધી સમાજની દીકરીએ એમ.બી.એ. ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવ્યો

0
120

વેરાવળના સિંધી સમાજની દીકરી અને એન. જે. સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેક્નીકલ ઇન્સ્ટીટ્યુટ-ચાંડુવાવની વિદ્યાર્થીની શાહિજા નિશા મહેશભાઇ એ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના 12માં પદવિદાન સમારોહમાં એમ.બી.એ. (એન્ટરપ્રિનરસિપ એન્ડ ફેમિલિ બિઝનેસ) બ્રાંચમાં ગોલ્ડ મેડલ મેળવી વેરાવળ શહેર, સિંધી સમાજ તથા વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલિત સંકુલોને ગૌરવભર્યુ સન્માન અપાવેલ છે.

આ ઝળહળતી સિધ્ધિ મોળવવા બદલ ધી વેરાવળ એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ડૉ. એસ. એમ. પોપટ, સેક્રેટરી ગિરિશ ભાઇ કારિયા તેમજ સમગ્ર સંચાલક મંડળે તેમને અભિનંદન પાઠવેલ તેમજ શૈક્ષણિક સ્ટાફને બિરદાવેલ હતા.


અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)