વેરાવળમાં પોદાર આંતરરાષ્ટ્રીય શાળામાં કૃષ્ણ કથા થીમ પર વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઇ

0
63

વિધાર્થીઓએ કૃષ્ણના ભગવાનના જન્મ પૂર્વેથી કંસ સંહાર સુધીના નાટક રજૂ કર્યા, શાળા દ્વારા બિનશૈક્ષણિક સ્ટાફને સન્માનિત કરાયા


વેરાવળની પોદાર આંતરરાષ્ટ્રીય શાળામાં કૃષ્ણ કથાઓ વિષય પર વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના 300 વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ ઉત્સવમાં વિદ્યાર્થીઓએ કૃષ્ણ કથાઓ વિષય પર ભગવાન કૃષ્ણના જન્મ પૂર્વેથી કંસ સંહાર સુધીની એક વિશિષ્ટ નાટિકા રજૂ કરી હતી. ઉપરાંત દેશ ભક્તિના ગીતો પર પણ બાળકોએ વિવિધ પોશકોમાં નૃત્ય રજૂ કર્યા હતા. બાળકોના પ્રદર્શન જોઈ ઉપસ્થિત વાલીઓ અને આમંત્રિત મહેમાનો પણ મંત્રમુગ્ધ બન્યા હતા.


મુખ્ય અતિથિ તરીકે ICAR જૂનાગઢના ડાયરેક્ટરેટ ડૉ. એસ.કે.બેરા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ શાળાના બાળકો શિક્ષકો અને આચાર્ય જયેન્દ્ર બારડની આ સિદ્ધિની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તેમજ આચાર્ય દ્વારા શાળાના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ખાસ બિનશૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે આચાર્ય જયેન્દ્ર બારડ દ્વારા પણ બાળકો, વાલીઓ અને શિક્ષકોના કઠોર પરીશ્રમને બિરદાવવામાં આવ્યો હતો.સમાજીક આગેવાનો, વિદ્યાર્થીના વાલીઓ અને આમંત્રિત મહેમાનો તેમજ પત્રકારો સહિત લગભગ 1500 જેટલા લોકો આ વાર્ષિક ઉત્સવ નિહાળવા માટે પધાર્યા હતા.

અહેવાલ : પરાગ સંગતાણી, (ગીર-સોમનાથ)