લાલપુરના સેવક ધુણીયામાં બે ફિલ્ડમાં જુગારની જમાવટમાં પડ્યો ભંગ: ૨૨ ઝડપાયા

0
331

શ્રાવણ પુરો છતાં શ્રાવણીયો જુગાર ચાલુ

જિલ્લામાં ૪ સ્થળે જુગાર દરોડા: ૩૮ ખેલી પકડાયા

જામનગરના નવાગામ ઘેડમાં ગઈરાત્રે જામેલા જુગાર પર પોલીસે દરોડો પાડતા ચાર શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતાં જ્યારે એક નાસી ગયો હતો જ્યારે મોડીરાત્રે લાલપુર તાલુકાના સેવકધુણીયામાં બે ફીલ્ડમાં જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી ત્રાટકેલી પોલીસે બે કુંડાળામાં ગંજીપાના કૂટતા બાવીસની ધરપકડ કરી છે ઉપરાંત ગોકુલનગરમાંથી આઠ અને દલતુંગી ગામમાંથી ચાર શખ્સ રોનપોલીસ રમતા પકડાઈ ગયા છે. રૃા. દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા માસ્તર સોસાયટી પાસે ગઈ રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તી રમતા હોવાની બાતમી મળતા રાત્રે બારેક વાગ્યે સિટી બી ડિવિઝનના સ્ટાફે શેરી નં. ૩માં દરોડો પાડતા ત્યાંથી નાઘેરવાસમાં રહેતો જીતેન્દ્ર અંગદસીંગ પરીહાર, શૈલેન્દ્ર પરશુરામ પરીહાર, રોકી હીરાસીંગ કછીયાર, અનુજસીંઘ મન્ટોસીંઘ રાજપૂત નામના ચાર શખ્સ ગંજીપાનાથી તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. જ્યારે પોલીસને જોઈને જીતેન્દ્ર દોલતભાઈ કુશવાહ નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૦,૭૫૦ રોકડા કબજે કરી પાંચેય સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને નાસી ગયેલા શખ્સની શોધખોળ શરૃ કરી છે.

લાલપુર તાલુકાના સેવકધુણીયા ગામમાં ગઈરાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી મળતા લાલપુરના પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે એક વાગ્યે ત્યાં આવેલા વણકરવાસ નજીકના કિશોર રાણાભાઈ ફફલના મકાન નજીક દરોડો પાડતા ત્યાંથી જાહેરમાં રોનપોલીસ રમતા ભરત નારણભાઈ ડગરા, દીપક વસરામભાઈ રોસીયા, કાનજીભાઈ રાણાભાઈ ઢચા, આંબાભાઈ નાઠાભાઈ ફફલ, હેમત હીરાભાઈ મકવાણા, રમેશ ખેતાભાઈ રાઠોડ, બચુભાઈ બાનાભાઈ જોડ, રાજેશ બાબુભાઈ પરમાર, નરેન્દ્ર દેવજીભાઈ પરમાર, સુરેશ રમેશભાઈ જાદવ, પ્રકાશ હીરાભાઈ મકવાણા, દીપક નાનજીભાઈ ગોહીલ, કરશનભાઈ ખીમજીભાઈ સોલંકી, ગીરધરભાઈ રાણાભાઈ ઢચા, અમીત કેસુરભાઈ ગોહીલ, સુરેશ તેજાભાઈ જાદવ, રમેશ મુળજીભાઈ પીંગળસુર, રવિ મુળજીભાઈ સહિતના બાવીસ શખ્સ મળી આવ્યા હતાં. પોલીસે તે સ્થળેથી રૃા. ૮૦,૭૬૦ રોકડા તેમજ ગંજીપાનાની બે કેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ શખ્સ સામે જુગારધારા ઉપરાંત જાહેરમાં ચાર વ્યક્તિથી વધુ એકઠા થવા સામે જાહેરનામું હોવા છતાં જુગાર રમવા એકઠા થયા હોય આઈપીસી ૧૮૮, ૨૭૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મથુરા સોસાયટીમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા શક્તિસિંહ વિક્રમસિંહ ચુડાસમા, દેવસીભાઈ નારણભાઈ કરંગીયા, મનુભા ભુરુભા ચુડાસમા, ખીમાભાઈ રામભાઈ ભાટુ, કરશનભાઈ જીવાભાઈ સોલંકી, રમેશભાઈ નારણભાઈ કરંગીયા, કાનાભાઈ સામતભાઈ કનારા, લાખાભાઈ સીદાભાઈ ચાવડા નામના આઠ શખ્સને પોલીસે પકડી લીધા હતાં. રૃા. ૩૬,૭૪૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં ગઈકાલે રાત્રે જાહેરમાં ગંજીપાના કૂટી પૈસાની હારજીત કરતા નાજા ભીમાભાઈ વકાતર, નિલેશ હંસરાજભાઈ પીંગળસુર, તેજસ માલદે તથા મનોજ ભાઈશંકર નાકર નામના ચાર શખ્સ પકડાઈ ગયા હતાં. લાલપુર પોલીસે રૃા. ૧૦,૧૫૦ રોકડા, ગંજીપાના કબજે કરી તમામ સામે જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

અહેવાલ :- સાગર સંઘાણી ,જામનગર