ધોરાજીમાં ‘કાદવ-કીચડની નગરી આપનું હાર્દિક સ્વાગત કરે છે’ જેવા બેનરો લગાવી ઠાલવાતો રોષ

0
145

રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા સતત વરસાદને કારણે શહેરમાં કાદવ કીચડ અને ગારાનું સામ્રાજય સ્થપાયું હોય ઠેર ઠેર પાણીના ખાબોચીયાથી ત્રસ્ત એક જાગૃત નાગરીકે વિચીત્ર બેનરો મૂકી રોષ વ્યકત કર્યો છે.

હાલ ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હોય ત્યાં ઠેર ઠેર કાદવ કીચડ નું સામ્રાજ્ય ખડકાયેલુ રહે છે ત્યારે ધોરાજી શહેર માં અલગ અલગ વિસ્તારો માં બેનરો લગાવવામાં આવ્યા છે બેનર માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાદવ કીચડ ની નગરી માં આપનું હાર્દીક સ્વાગત છે તેવાં લખાણ વાળાં બેનરો લગાડવામાં આવેલ છે ધોરાજી માં કોંગ્રેસ ના સાશન ની નગરપાલિકા છે ધોરાજી ના લોકો રોડ રસ્તા અને કાદવ કીચડ થી રાહદારી ઓ અને વાહન ચાલકો માં મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે કોઈ જાગૃત નાગરિક દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા છે.

અહેવાલ :-હુશેન કુરેશી, ધોરાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here