ગોંડલ તાલુકાના મોવિયા ગામ ના રસિકભાઈ ચકુભાઈ ખોખર ઉંમર વર્ષ 43 છેલ્લા છ વર્ષથી ગુમ થયેલા હોય તાલુકા પોલીસે જરૂરી માર્ગદર્શન મેળવી આણંદ જિલ્લાના ભાટવર ગામ થી શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત સુલતાનપુર ના એક મહિલા ગત વર્ષથી ગુમ હોય તેઓને સુરત શાલીગ્રામ ફ્લોર ઘાસોદરા પાટીયા પાસેથી શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત શોધખોળ અને કાર્યવાહીમાં પીએસઆઇ રિઝવી, હેડ કોન્સ્ટેબલ વાલાણી, કોન્સ્ટેબલ મજેઠીયા તેમજ ઈલાબા જાડેજા સહિતનાઓ જોડાયા હતા