ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે હરસિધ્ધિ સોસાયટી માં લલિત ટીલાવત ના બંધ મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક લલિત ટીલાવત, અરવિંદ મોરી ,બાબુ કણસાગરા, હાર્દિક હિંશું, જીતેશ જાવીયા, હરિદાસ દેવમુરારી, તેમજ પ્રદીપ દલસાણીયા ને રોકડા રૂપિયા 19540, ચાર મોબાઇલ મળી કુલ રૂપિયા 23540 સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી આ દરોડામાં પી એસ આઈ રિઝવી, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતા.