રાજકોટ દેશનું છઠ્ઠા નંબરનું સ્વચ્છ શહેર

0
274
ગત વર્ષે નવમો નંબર હતો,ત્રણ ક્રમનો કૂદકો:ઇન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર, સૂરત નો બીજો નંબર જ્યારે અમદાવાદ નો પાંચમો ક્રમ

વિશ્વમાં  સૌથી ઝડપથી વિકસાત ૧૦૦ શહેરમાં સ્થાન પ્રાપ્ત કરનારા રાજકોટ શહેરનો સ્વચ્છતામાં પણ ડંકો વાગી રહ્યો છે.કેન્દ્ર સરકાર દ્રારા આજે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટનો છઠ્ઠો નંબર આવ્યો છે.રાજ્યમાં રાજકોટનો નંબર ત્રીજો છે.સુરત દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે.ગત વર્ષે રાજકોટનો ક્રમ નવમો હતો.જેમાં ત્રણ ક્રમનો કુદકો મરી રાજકોટ છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે હવે નંબર ૧ બનવાના લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સ્વચ્છતા બાબતે રાજકોટમાં સતત સુધરા થઈ રહ્યા છે.રાજકોટ,સુરત,અમદાવાદ ઉપરાંત ગુજરાત ના અન્ય એક શહેર વડોદરાનો પણ દેશના ટોપ ૧૦ સ્વચ્છ શહેરો માં સ્થાન મળ્યું છે.વડોદરાને દસમો ક્રમ આપવામાં આવ્યો છે.રાજકોટને ૬૦૦૦ માર્કસમાંથી ૫૧૫૭.૩૬ માર્ક્સ મળ્યા છે.

ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન શરૂ કરવામાં આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત દર વર્ષ સ્વચ્છ સર્વેક્ષણ ભારતના દરેક શહેરમાં હાથ ધરવામાં આવે છે. આ વખતે કેન્દ્વ સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અન્વયે જાન્યુઆરી-૨૦૨૦ માં દેશના ૪૨૪૨ શહેરોમાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવેલ. જેમાં દેશમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં રાજકોટ શહેર છઠ્ઠા ક્રમે તથા રાજ્યમાં ત્રીજા ક્રમે આવેલ છે. ગત સાલ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯માં રાજકોટ શહેર નવમાં ક્રમે હતું ત્યાંથી ત્રણ સ્થાનનો જમ્પ લગાવી વર્તમાન વર્ષમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. આ ઉપરાંત રાજકોટ શહેરે સ્વચ્છતાની બાબતમાં પોતાનું સારું પરફોર્મન્સ સતત જાળવી રાખેલ હોઈ ભારત સરકાર દ્વારા રાજકોટને બેસ્ટ સેલ્ફ સસ્ટેઈનેબલ બીગ સિટી એવોર્ડ પણ આપવામાં આવેલ છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ ના કુલ-૬૦૦૦ માકર્સ હતા. જેના સર્વિસ લેવલ પ્રોગ્રેસ-૧૫૦૦ માર્કસ, સીટીઝન ફીડબેક-૧૫૦૦ માર્ક્સ, ડાયરેકટ ઓબ્ઝર્વેશન-૧૫૦૦ માર્ક્સ અને સર્ટીફિકેશન-૧૫૦૦ માર્ક્સ એમ કુલ ૪ ભાગમાં વહેંચવામાં આવેલ. જેમાં રાજકોટને કુલ ૫૧૫૭.૩૬ માર્ક્સ મળેલ છે.

સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત આજે  ભારત સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્વચ્છ મહોત્સવ પુરસ્કાર સમારોહ યોજવામાં આવેલ. આ સમારોહમાં કેન્દ્રના અર્બન અને હાઉસિંગ વિભાગના માન.મંત્રીશ્રી હરદીપસિંહ પૂરીએ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ના રેન્કિંગ અને એવોર્ડની ઘોષણા કરી હતી. આ અવસરે રાજકોટ વતી મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર બી.જી. પ્રજાપતિ, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા અને પર્યાવરણ ઈજનેર નિલેષ પરમાર વિગેરે જોડાયા હતા. રાજકોટ શહેરને છઠ્ઠું સ્થાન મળ્યું છે તથા કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ સેલ્ફ સસ્ટેઈનેબલ બીગ સિટી એવોર્ડ પણ રાજકોટને આપવામાં આવેલ છે.

સ્વચ્છ મહોત્સવ પુરસ્કારસમારોહ-૨૦૨૦ માં, રાજકોટ મહાનગરપાલિકામાંથી મેયરબીનાબેન આચાર્ય, મ્યુનિસીપલ કમિશનર ઉદીત અગ્રવાલ, સેનીટેશન ચેરમેન નાયબ કમિશનર, પર્યાવરણ ઇજનેર હાજર રહેલ તથા મ્યુનિસીપલ કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં શહેરીજનોએ રાજકોટ મહાનગરપાલિકાને જે સહયોગ આપ્યો છે તે સરાહનીય રહયો છે અને આગામી દિવસોમાં પણ આપણું રંગીલુ રાજકોટ શહેર સ્વચ્છ અને સુંદર બની શકે તે માટેના પ્રયાસોમાં સૌ કોઇ નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને સતત યોગદાન આપતા રહેશે. તેવી જાહેર અપીલ કરી છે.

સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત રાજકોટ શહેરને છઠ્ઠો ક્રમ અને એવોર્ડ મળવા બદલ મેયર બીનાબેન આચાર્યએ સફાઈ સૈનિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.