શાપર પીએસઆઇના નાનીમાંનું નિધન થયું પરંતુ ફરજ ના છોડી
પહેલા ફરજનિષ્ઠા, કોરોના ઉપર જીત પછી નાની સમાધિ સ્થળે જશે
તા.8, રાજકોટ: મા ની માં એટલે નાનીમાં, માથી પણ વધારે પ્રેમ અને લાગણી એટલે નાનીમાં આવા નાનીમાં નું નિધન થાયતો દોહિત્રના દુઃખની વ્યાખ્યા ના થઇ શકે પરંતુ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર શાપર વેરાવળ અૌધોગિક વસાહત પોલીસ ચોકીના પીએસઆઇ એન વી હરિયાણી ના નાનીમાં દેવકુંવરબા ગોવિંદરામજી દૂધરેજીયા, ઉ.વ.102 (રામગઢ વાળા), રહે. ભુંડણી ગામ (રામગઢ), તા. ખાંભા, જી. અમરેલી વાળા નું નિધન થતા તેઓ દુઃખી થાય હતા પરંતુ હાલ દેશપર કોરોના મહામારી આવી પડી હોય જીવ થી પણ વ્હાલા નાનીમાંની સમાધીવિધીમાં કાળજા પર પથ્થર મૂકી જવાનુંટાળી ફરજ નિષ્ઠા દાખવી હતી.

પીએસઆઇ હરીયાણી એ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં જ નાનીમા સાથે મોબાઇલ ફોન પર વાત થઇ હતી અને કહ્યું હતું કે આ કપરા સમયમાં તારું અને તારા પરિવારનું ધ્યાન રાખજે આથી વિશેષ કશું બોલી શક્યા ન હતા તેઓના એકેએક શબ્દ મારા મનમગજમાં ઘૂમી રહ્યા છે તેઓ ના આશીર્વાદથી જ સમાધી વિધિમાં જવા કરતા મારી ફરજ નિષ્ઠા ને પ્રાથમિકતા આપી રહ્યો છું.