ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું ગાયના ગોબરમાંથી બનાવેલ ગણેશજીની પ્રતિમાથી સ્વાગત કરતા ડો.કથીરીયા

0
257

ગણોશોત્સવમાં ગાયના ગોબરમાંથી બનાવેલ ગણેજીની મૂર્તિનું ઘરમાં જ સ્થાપન અને વિસર્જન કરવા અપીલ

તાજેતરમાં  જેમની ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે  નિમણુંક થઈ છે તેવા સી.આર.પાટીલ  સૌપ્રથમ વખત સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો-ફ્રેન્ડલી  ગણેશજી તથા ગૌ માતાની પ્રતિમાથી પાટીલજીનું અભિવાદન કર્યું હતું. અભિવાદન સમયે  વરિષ્ઠ પ્રદેશ હોદેદાર ગોરધનભાઈ ઝડફીયા, સુરતના જાણીતા સેવાભાવી ઉદ્યોગપતિ જીવરાજભાઈ ધારૂકા પણ ઉપસ્થિત રહયા હતા. ‘રાષ્ટ્રીય કામધેનુ આયોગે ’ આ વર્ષે ગોમયગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાના સ્થાપન, પૂજન માટે અભિયાનરૂપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીના આત્મ નિર્ભર ભારત અને “મેઈક ઈન ઈન્ડિયા આંદોલનને ધ્યાનમાં રાખી  આ વર્ષે સમગ્ર દેશની ગૌશાળાઓને તથા યુવામહિલા ઉદ્યોગીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના ગોબરમાંથી ગણેશજીની અલગ અલગ સાઈઝની મૂર્તિઓ બનાવવા આગળ આવવા અને આ અભિયાનમાં જોડાવા ડો. કથીરીયાએ આગ્રહ કર્યો હતોે.

કોરોનાના સંક્રમણ કાળમાં સૌ ઘરમાં ગોબર-ગોમયમાંથી બનાવેલા ગણપતિજીનું સ્થાપન કરી પૂજન કરી ગણપતિ ઉત્સવ મનાવે. જયારે વિસર્જન કરવામાં આવે ત્યારે ઘરના જ વૃક્ષો છોડ માટે ખાતર તરીકે ઉપયોગ કરે. ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે, ગોમય-ગોબરની ગણેશજીની પ્રતિમાના ઉપયોગથી પર્યાવરણ રક્ષા થશે. પી.ઓ.પી. થી થતુ પ્રદૂષણ અટકશે. ઘરમાં ગોબરના રાખવાથી નુકશાનકારક કિરણો અટકાવી શરીરનું રક્ષણ થશે. પવિત્રતા રહેશે. ’ગોમયે વસતે લક્ષમી’ મુજબ સમૃદ્ધિ વધશે. ભગવાન  ગણેશજીના આર્શીવાદ પ્રાપ્ત થશે. અને વિસર્જીત પ્રતિમાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે. પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે. યુવા મહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો ઉદ્દેશ સિધ્ધ થશે.

ગુજરાત ભાજપના નવનિયુકત અધ્યક્ષ સી.આર.પાટીલે પર્યાવરણ રક્ષા અને ગૌરક્ષાનાં આ પરમ સત્કાર્ય અંગે પોતાનાં અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here