અમદાવાદી સ્ટાર્ટઅપે લોન્ચ કરી પહેલી ગિયરવાળી ઈ-બાઈક:સિંગલ ચાર્જમાં 125 કિલોમીટર ચાલશે ‘Matter Aera’, સ્ટાર્ટિંગ પ્રાઈસ ₹1.44 લાખથી શરુ

0
100

અમદાવાદની EV સ્ટાર્ટઅપ કંપની મેટર એનર્જી (Matter Energy)એ ભારતની પહેલી ગિયરવાળી ઈલેક્ટ્રિક બાઈક એરા (Aera) લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે, આ દેશની પહેલી ગિયરવાળી ઈલેક્ટ્રિક બાઈક છે. તેમાં 4 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યુ છે. ચાલો જાણીએ કે, આ બાઈકમાં શું વિશેષ છે?

મેટરે આ બાઈકને ઓટો એક્સપો 2023માં લોન્ચ કરવામાં આવી હતી. હવે તેને ચાર ટ્રીમ ઓપ્શન 4000, 5000, 5000+ અને 6000+માં લોન્ચ કરવામાં આવ્યુ છે. કંપનીએ એરા-5000ની કિંમત 1,43,999 લાખ રુપિયા અને એરા-5000+ની કિંમત 1,53,999 લાખ રુપિયા (પ્રી-રજિસ્ટ્રેશન કિંમત અને ફેમ-2 સબ્સિડી સહિત) રાખી છે. આ બંને મોડેલ્સની બુકિંગ શરુ થઈ ચૂકી છે. કંપનીએ હજુ એરા-4000 અને એરા-6000+ની કિંમત અને માહિતી શેર કરી નથી. મેટર એરાની સાથે ગ્રાહકને 3 વર્ષ અથવા અનલિમિટેડ કિલોમીટરની વોરંટી અને 3 વર્ષની રોડસાઈડ અસિસ્ટન્સ અને AMC/Labour કવરેજ પણ આપવામાં આવી રહ્યું છે.

બેટરી અને રેન્જ
ઈ-બાઈક એરા 4000, એરા 5000 અને એરા 5000+ વેરિયન્ટમાં 5 kWhની લિક્વિડ કૂલ્ડ બેટરીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ બાઈક્સને એકવાર ફૂલ ચાર્જ કરવા પર રિયલ વર્લ્ડ કંડીશનમાં 125 કિલોમીટરની રેન્જ આપશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, બેટરી પેકને નોર્મલ ચાર્જરથી 5 કલાકમાં અને ફાસ્ટ ચાર્જરથી 2 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. બેટરીનું વજન લગભગ 40 કિગ્રા છે અને એરા ઈ-બાઈક લગભગ 180 કિગ્રા છે. બીજી તરફ એરા 6000+ મોડેલમાં 6KWhનું બેટરીપેક ઓપ્શન મળશે, જે રિયલ વર્લ્ડ કંડીશનમાં 150 કિલોમીટરની રેન્જ આપશે.

ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેકની સાથે ABS
મેટર એરાને શાર્પ અને સ્કલ્પ્ટેડ લૂક આપવામાં આવ્યું છે. તેમાં ઈન્ટીગ્રેટેડ LED ડે-ટાઈમ રનિંગ લાઈટની સાથે LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે. અન્ય ડિઝાઈન એલિમેન્ટમાં ICE બાઈક્સનાં એન્જિન ગાર્ડ જેવા મોટર ગાર્ડ, સ્પ્લિટ સીટ્સ, LED ટેલલાઈટ અને પિલિયન રાઈડર માટે સ્પ્લિટ ગ્રેબ રેલ મળે છે. આ બાઈકની ટકકર રિવોલ્ટ RV400 અને ટોર્ક ક્રેટોસથી થશે. આ ઈલેક્ટ્રિક બાઈકમાં ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેકની સાથે ABS પણ આપવામાં આવ્યુ છે.

મોટર અને સ્પીડ
મેટર એરા 5000 અને એરા 5000+માં 10 kW ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. તેમાં હાઈપરશિફ્ટ 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનાં માધ્યમથી પાવર જનરેટ કરશે. કંપનીનો દાવો છે કે, ઈ-બાઈક 6 સેકન્ડથી ઓછા ટાઈમમાં 0-60Kmphની સ્પીડ પકડી લે છે. આ બાઈકમાં ત્રણ ડ્રાઈવિંગ મોડ મળે છે. ઈકો મોડ પર તેની ટોપ સ્પીડ 30kmph, સિટી મોડ પર ટોપ સ્પીડ 70 kmph અને સ્પોર્ટ મોડ પર ટોપ સ્પીડ 95 kmph છે.

ફીચર્સ
એરામાં 4G, વાઈ-ફાઈ, બ્લૂટુથ કનેક્ટિવિટી, પાર્ક અસિસ્ટ, કીલેસ ઓપરેશન, OTA અપડેટ્સ, પ્રોગ્રેસિવ બ્લિન્કર્સ અને વેલકમ લાઈટ્સની સાથે 7 ઈંચની ટચ કંપેટેબલ LCD ડિસ્પ્લે મળે છે. આ સાથે જ તેમાં એક સ્માર્ટફોન એપ્લિકેશન પણ છે, જે યૂઝર્સને બધી જ માહિતી પૂરી પાડે છે. તેમાં ચાર રાઈડિંગ મોડ્સ પણ મળે છે. તેમાં 9-એક્સિસ ઈનર્શિયલ મેજરમેન્ટ યૂનિટ (IMU) પણ છે.