CM રૂપાણીનો જબરદસ્ત ક્રાંતિકારી નિર્ણય: ખેતીની જમીન હવે ખેડૂત ન હોય તેવા લોકો પણ ખરીદી શકશે

0
466

જમીન માલિકી અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે કે, હવે ખેડૂત ન હોય તો પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી કરી શકશે. ગુજરાત રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન, મેડિકલ સહિતની શિક્ષણ હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની મંજૂરી જરૂરી પણ નહિ લેવી પડે. મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જમીન ખરીદવા માટે કલેકટરની મંજૂરી લેવી નહિ પડે, જમીન ખરીદ કર્યાના એક મહિનામાં કલેકટરને માત્ર જાણ કરવી પડશે. બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકશે. અત્યાર સધી ગુજરાતના મહેસુલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે. ગઈકાલના રોજ મંત્રીમંડળની બેઠકમાં બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે લોકો ખેતીની જમીન ખરીદી શકશે. અત્યાર સધી ગુજરાતના મહેસુલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો પરંતુ વિવિધ મુદા પર સરકાર ‘ઈઝ ઓફ ડુઈઝ બિઝનેસ’ને આગળ વધારવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પુરવાર થઈ શકશે. રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કરવામાં આવેલા નિર્ણયને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે જેમાં ગણોત કાયદાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામ સ્વરૂપે કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર વિકાસની નવી દિશાઓ ખુલશે. સાથે-સાથે ગુજરાત રાજ્યમાં વધુ ઔધોગિક મૂડી રોકાણ આકર્ષિત કરી શકાશે.

હવે ગુજરાત રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઈજનેરી કોલેજ અને અન્ય શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા માટે કલેકટરની પરવાની લેવી નહીં પડે. સાથે-સાથે જ આવી જમીન ખરીદયા બાદ એક મહિનામાં કલેકટરને જાણ કરવી પડશે અને બોનાફાઈટ ઈન્ડસ્ટ્રીઝ પરપઝની જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. ભૂતકાળમાં આવી જમીનો ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યકિતઓએ જિલ્લા કલેકટરની મંજૂરી મેળવવી આવશ્યક હતી. જેના પરિણામે લાંબો સમય સુધી ટાઈટલ કિલયરન્સ, ઈન્સ્પેકશન જેમાં લાંબો સમય પસાર થતો હતો. પરિણામે પ્રોજેકટ શરૂ કરવામાં ખુબ વાર લાગતી હતી. આ નવા ક્રાંતિના કારણે તમામ પ્રકારની માથાકૂટનો અતં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ પરપઝ માટે જો જમીનની ખરીદી કરવામાં આવી હોય પરંતુ ઔધોગક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં જીડીસીઆરની જોગવાઈ મુજબ ઉધોગ સિવાયના અન્ય હેતુ માટે જમીન વેચી પણ શકાશે.

આવી જમીનના કિસ્સામાં કંપનીના મર્જર પોઈન્ટ વેન્ચર એમલ્ગેશન કે પોતાની જ પેટા કંપની, ગ્રુપ કંપની અથવા સહયોગી કંપનીને તબદિલ કરાયો, જમીનને વેચાણ ગણવામાં આવશે નહીં. આ વ્યવહારમાં 10 ટકા જંત્રીનું પ્રિમિયમ ભરીને તબદિલ કરી શકાશે. ડેટ રિકવરી, દેવા વસુલી એનસીએલ–4 લીકવીડેટર કે નાણાકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં જમીન ખરીદનારે ફરજિયાત હુકમના 60 દિવસમાં જંત્રીના 10 ટકા પ્રિમિયમ ભરીને પોતાના નામે કરી શકશે. આ નિર્ણયના પરિણામ સ્વરૂપે ઉધોગ સાહસિક દ્રારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનનાં પ્રશ્નોનું નિરાકરણ થશે. સાથે-સાથે પડતર રહેલી જમીનનો કાર્યક્ષમ ઉપયોગ શકય બનશે. નવી તકો રોજગારીની નવી દિશા ખુલવાની શિક્ષણ સહિત મેડિકલ ઈજનેરી આરોગ્ય ક્ષેત્રે વિકાસની નવી તકો ખુલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here