રેન્જ આઇજી સંદીપસિંઘ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સિવાય કોઈને આ રેડ વિશે ખબર ન હતી, જો ખબર હોત તો કદાચ શકુનિઓ ફરાર થઇ શક્યા હોત
વાર-તહેવારે પોલીસ અધિકારીઓને સાચવતા રીબડાનાં નામચીન પરિવારને આંગણે રેડ પાડવી એ પોલીસ વિભાગમાં ભારે બહાદુરીનું કામ ગણાય
રેડ માટે જિલ્લા પોલીસ વડા સહિત 20 નો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો
તમામ પોલીસ કર્મીઓના મોબાઈલ સ્વીચ ઓફ કેમ કરી દેવામાં આવ્યા હતા, રાજકોટ ગ્રામ્ય પોલીસને પોતાના જ સ્ટાફ પર વિશ્વાસ ન હતો કે શું ??
લોકમુખેથી મળતી માહિતી મુજબ છાશવારે પોલીસ અધિકારીઓ અહી સલામ ભરવા આવતા હોવાની વાત, તો રેડમાં પોલીસની બહાદુરી કે રાજકારણ ??
રાજકોટ : 14 ઓગસ્ટ 2020ના સાંજે 7.30 કલાકે રાજકોટના ભાગોળે રીબડા ગામની સીમમાં રીબ તરફ જવાના રસ્તે રીબડા ગામ નજીક આવેલ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ની વાડીમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીના સહિત 20 જવાનોનો પોલીસકાફલો એક વાડીમાં રેડ પાડી.
સાંજના સમયે લગભગ કોઈને એવો અંદાજ પણ ન હોય તે રીતે, બાતમી આધારે દરોડા પાડયા. વાડીમાં આવેલ એક મકાનના ઉપરના ભાગે એક હોલમાં ગાદલા પાથરી 18 જેટલા લોકો બેઠેલા અને આ તમામ શકુનિઓ ગંજીપનાનાં પાના ચીપતા નજરે પડતા હતા. પોલીસને જોઇને એક વ્યક્તિએ રોકડ ભરેલો કાળો થેલો બારી ની બહાર ફેંકી હોવાની વાત પણ અંગત સૂત્રોમાંથી જાણવા મળે છે. જોકે, તે જ સમયે એક પોલીસકર્મીએ આ જોતા, તુરત જ નીચે થી અન્ય સ્ટાફને કહી થેલો પકડી પાડેલ અને ફેંકનાર આરોપીને ઝડપ્યો.
જ્યારે પોલીસે રેડ પાડી તે સમયે વાડીમાં જ નજીકના અન્ય એક બંગલામાં એક યુવાનની બર્થડે પાર્ટી ઉજવવામાં આવી રહી હતી જેમાં તેના અન્ય મિત્રો પણ હાજર હતા. પરંતુ ત્યાં કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી થતી એટલે પોલીસે તમામ હાજર લોકો જો પુછપરછ કરી અને ઘરની તપાસ કરી કોઈ ની ધરપકડ કે અટકાયત કરેલ નથી.
રેડ વખતે કોઈ પણ પોલીસકર્મીઓને ફોન કોલ ન આવે તેથી બે ઉચ્ચ અધિકારી સિવાય તમામના ફોન લઈ લેવાયા હતા ઉપરાંત કોઈને ખાસ માહિતી પણ ન હતી કે તેઓ ક્યાં રેડ પાડવા જઈ રહ્યા છે.આ ખુબ ઉલ્લેખનીય બાબત કહી શકાય કેમ કે, રાજકોટ ગ્રામ્ય પોલીસનો કાફલો રેડ પાડવા જતો હોઈ અને ઉચ્ચ અધિકારી દ્વારા તેમના મોબિલ ફોન લઈને તેમના પર સંદેહ કરવામાં આવે એટલે દાળમાં કૈક કાળું જરૂર જણાઈ. અને અંગત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેડમાં ગયેલા પોલીસકાફલાનાં ડઝનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તો આ જગ્યાએ ભૂતકાળમાં પોતાના શોખ પુરા કરી ચુક્યા છે.
આ સમગ્ર ઓપરેશન રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંઘ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા જેવા ઝાંબાઝ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હોવાથી આ બે સિવાયના કોઈને પણ આ રેડ વિષે જરા પણ ખબર જ ન હતી. અંદર જુગાર રમવા બેઠેલા લોકોએ પોલીસને જોતા ગભરાય ગયા. વધુ માહિતી મેળવવામાં આવી રહી હતી તે સમયે ખબર પડી કે મોટાભાગના લોકો અનિરુદ્ધસિંહને ઓળખતા ન હતા પરંતુ જુગાર કલબ સંચાલક દિપક્સિંહના કેહવાથી કે તે એક સલામત જગ્યા છે તેથી ત્યાં આવ્યા હતાં. એક ર્ફોર્ચ્યુનર ગાડી ફેરા કરવા રાખવામાં આવી હતી જેથી સ્થળે કોઈ ગાડીઓનો ખડકલો ન થાય.
હાલમાં રાજકોટ જિલ્લાના અનેક સ્થળ પર જુગારના દરોડા પાડી રહ્યા છે જેમકે પડધરી, જામકંડોરણા, વગેરે. ત્યારે જુગારીઓ જે સ્થળને સલામત અને સુરક્ષિત માનતા હતા ત્યાં પોલીસે દરોડા પાડી રૂ.8,13,000 ઉપરાંત 23 મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 1,26,000 અને એક ફોર્ચ્યુનર કાર જેની કીમત રૂ.15,00,000 સહિત રૂ.24,39,000નો મુદ્દામાલ ઝડપાયો હતો.
તમામ આરોપીઓને બે રાત કસ્ટડીમાં વિતાવી. આ ઉપરાંત અનિરુદ્ધસિંહ ફરાર છે અને તેના નિવાસસ્થાને ગઇકાલે પોલીસે દરોડા પાડયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેનો ફોન સ્વીચ ઓફ છે. અનેક વખત એવું ચર્ચાય રહ્યું કે રીબડા ખાતે મોટી જુગાર કલબ ચાલી રહી છે પરંતુ આ વખતે સીધી બાતમી આધારે ઝડપી એક્શન લઈ ખૂબ બલરામ મીના એક્શન માં આવી અને આ જુગારધામ નો પર્દાફાશ કર્યો.