જી.એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા દ્રારા રૂા. ૭ લાખની દવા/સર્જીકલ સાધનોનું અનુદાન

0
206

કોવિડ-૧૯ના ઉપયોગ માટે વેરાવળ તાલુકા આરોગ્ય વિભાગને દવા/સામ્રગી અર્પણ

સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીએ એન.જી.ઓ, સામાજીક સંસ્થાઓ અને કંપનીઓ દ્રારા અનુદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. જેના પગલે સામાજીક સંસ્થાઓ અને કંપની દ્રારા કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે આરોગ્યલક્ષી દવા/ વસ્તુઓનું અનુદાન આપવામાં આવી રહ્યું છે. વેરાવળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજે જી.એચ.સી.એલ.ફાઉન્ડેન સુત્રાપાડા દ્રારા કોવિડ-૧૯ના સંક્રમણ અટકાવવા ઉપયોગ લેવા માટે અંદાજીત રૂા.૭ લાખની દવા/સર્જીકલ સાધનોનું અનુદાન આપવામાં આવ્યું હતું.


   જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે જી.એચ.સી.એલ.સુત્રાપાડાની અનુદાનની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણમા ઉપયોગમા લેવા માટે સામાજીક સંસ્થાઓ અને કંપનીઓ દ્રારા દવા અને સર્જીકલ વસ્તુઓનું દાન આપવામાં આવે છે તે ખુબ સારુ કાર્ય છે. જી.એચ.સી.એલ. ફાઉન્ડેશનના સી.એસ.આર.હેડ પ્રભાતસિંહ મોરીએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીમાં આરોગ્ય વિભાગ દ્રારા સારી કામગીરી કરવામાં આવી રહી છે. સરકારશ્રીએ જ્યારે પણ કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય ત્યારે અમારી સંસ્થા મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે.
 જી.એચ.સી.એલ.ફાઉન્ડેશનના પ્રો.ઓફિસર જીતુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે,કોરોના વાયરસના મુશ્કેલીના સમયમાં ૪૦ ગામમાં અંદાજીત ૧.૫૦ લાખ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ, લોકડાઉનમાં ૩ હજાર પરિવારને રાશનકિટ અર્પણ કરી હતી. ૨૦ ગામમાં હરતુ ફરતું દવાખાનું કાર્યરત કરી એમ.બી.બી.એસ. તબીબ દ્રારા લોકોને ઘરબેઠી આરોગ્યની પ્રાથમિક સારવાર આપી નિશૂલ્ક દવા આપવામાં આવી હતી. અને વેરાવળમા રાઘવ હોટલમાં ત્રણ માસ માટે ૨૨ રૂમ આરોગ્ય વિભાગના સ્ટાફ અને કોરોના વોરિર્યસ માટે બુક કરાવી સવલત આપવામાં આવી રહી છે.


   આ પ્રસંગે ડો.બામરોટીયા, ડો.નિમાવત, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ચૌધરી, આર.એમ.ઓ.ડો.જે.એસ.પાધરેસા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહભાગી થયા હતા.

અહેવાલ:-હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here